Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

હાર્દિક પટેલને હોસ્પિટલમાં દાખલ સતત થવા તબીબોની સલાહ

યુરિન એસિટોન અને સિરમ એસિટોનનું પ્રમાણવધ્યું :મગજને પણ અસર થવાની શકયતા

અમદાવાદ :હાર્દિક પટેલના ઉપવાસ બાદ તબીબોએ સતત હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે ગઇકાલે બીપી અને શુગર નોર્મલ હતું. બે દિવસ પહેલાના રિપોર્ટમાં યુરિન એસિટોન અને સિરમ એસિટોનનું પ્રમાણ વધારે આવ્યું છે. આવી રીતે ઉપવાસ કરશે તો તેમની તબિયત વધારે બગડશે.

 હાર્દિકના સ્વાસ્થ્યને લઈ ડૉક્ટર નમ્રતા વાડોદરીયાએ જણાવ્યું હતું કે, શ્વાસ લેવાની તકલીફ, હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે અને મગજ પર પણ અસર થઈ શકે છે. ગઈકાલના ચેકઅપમાં બ્લડ અને યુરીનનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. જેટલી વાર ચેકઅપ કર્યા એટલી વાર હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે. પાણી અને લિક્વિડ લેવાની પણ સલાહ આપી છે. ગઈકાલની સરખામણીએ આજે પણ વજનમાં 600 ગ્રામનો ઘટાડો થયો છે.

(3:34 pm IST)