Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ગુડગાંવમાં એક જ પરિવારના ૪ લોકોના શબ મળ્યા

હત્યા કે આત્મહત્યા પોલીસ ગોટે ચડી

નવી દિલ્હી તા.૩૦: ગુડગાંવના પટૌડી વૃજપુરાગામમાં એકજ પરિવારના ચાર લોકોની લાશ સંદિગ્ધ અવસ્થામાં મળી આવી છે. પરિવારની ચોથી સભ્ય એક વર્ષની બાળકીનું મોત હોસ્પીટલમાં સારવાર દરમ્યાન થયું હતું. પોલીસે બધી લાશ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસનું કહેવું છે કે એક મહીલાનું શરીર ફાંસીએ લટકતું મળી આવ્યું હતું, જયારે બે વ્યકિતની લાશો જમીન પર પડી હતી. ઘટના સ્થળેથી એક વર્ષની બાળકી ગંભીર હાલતમાં મળી આવી હતી. જેને હોસ્પીટલમાં ભરતી કરાઇ હતી પણ સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. આ દર્દનાક ઘટના પછી પોસીસ બનાવની તપાસ કરી રહી છે કે આખરે પરીવારમાં શું થયું હતું. તેમની હત્યા થઇ છે કે આ બનાવ આત્મહત્યાનો છે. આ બનાવના લીધે આખા ગામમાં સનસનાટી ફેલાએલી છે.(૧૭.૨)

(11:39 am IST)