Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

ચારા કૌભાંડ : શરણાગતિ માટે લાલૂ આખરે રાંચીમાં

આજે ખાસ અદાલત સમક્ષ શરણાગતિ સ્વીકારશેઃ હાઈકોર્ટના આદેશ બાદ લાલૂ યાદવ આજે ઉપસ્થિત થશે

રાંચી, તા. ૨૪: સમગ્ર દેશને હચમચાવી મુકનાર ઘાસચારા કૌભાંડમાં મામલામાં દોષિત જાહેર થયેલા રાષ્ટ્રીય જનતાદળના અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ યાદવ આજે હાઈકોર્ટના આદેશ ઉપર શરણે થવા માટે રાંચી પહોંચી ગયા હતા. લાલૂ યાદવ હવે આવતીકાલે સીબીઆઈની ખાસ અદાલત સમક્ષ શરણાગતિ સ્વીકારશે. લાલૂ યાદવની મુશ્કેલીમાં હવે વધારો થઇ રહ્યો છે. લાલૂને વધુ સમય આપવાની માંગણી કરવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, ૨૪મી ઓગસ્ટે લાલૂને ૩૦મી ઓગસ્ટ સુધી શરણાગતિ સ્વીકારવા માટે કહેવામાં આવ્યું હતું. આ પહેલા કોર્ટે ૧૦મી ઓગસ્ટના દિવસે ૨૦મી ઓગસ્ટ સુધી લાલૂ યાદવની પ્રોવિઝનલ બેલને વધારી દીધી હતી. ઘાસચારા કૌભાંડના અનેક મામલામાં દોષિત જાહેર થયેલા લાલૂ યાદવને રાંચી જેલમાં ખસેડવામાં આવ્યા હતા. સજા વેળા લાલૂ યાદવની તબિયત ખરાબ થઇ હતી. પેરા નવી દિલ્હી સ્થિત અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થા અને ત્યારબાદ મુંબઈ સ્થિત એશિયન હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં લાલૂ યાદવની સારવાર કરવામાં આવી હતી. લાલૂના વકીલ પ્રભાત કુમારે કહ્યું છે કે, કોર્ટ તરફથી અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ હવેતેઓ મુંબઈથી પરત રાંચીના રાજેન્દ્ર ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ જશે જ્યાં તેમને સૌથી પહેલા ભરતી કરવામાં આવ્યા હતા. બીજી બાજુ ઇડીએ આઈઆરસીટીસીના હોટેલની ફાળવણીમાં નાણાના મામલામાં લાલૂ અને તેમના પરિવારના સભ્યો સામે ચાર્જશીટ દાખલ કરી દીધી હતી. આ મામલો આઈઆરસીટીસીની બે હોટલોના મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટ એક ખાનગી કંપનીને આપવામાં ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. મામલા મુજબ રેલવે મંત્રીના હોદ્દા ઉપર રહીને લાલૂ યાદવને ઇન્ડિયન રેલવે કેટરીંગ એન્ડ ટ્યુરિઝમ કોર્પોરેશન દ્વારા સંચાલિત બે હોટલોનો કોન્ટ્રાક્ટ સુજાતા હોટેલ્સને આપ્યો હતો. એવા આક્ષેપ છે કે, આ હોટલોમાં કોન્ટ્રાક્ટ આપવાના બદલમાં એક બેનામી કંપની મારફતે પોતાનામાં ત્રણ એકર જમીન લઇ લેવામાં આવી હતી. લાલૂ યાદવ સામે અનેક સનસનાટીપૂર્ણ મામલા રહેલા છે. જે પૈકી લાલૂ યાદવને સજા પણ કરવામાં આવી ચુકી છે. લાલૂ યાદવને ઘાસચારા કૌભાંડના ચાર કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.

(12:00 am IST)