Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

અમેરિકામાં ISSO નોર્વાક કેલિફોર્નિયાના ઉપક્રમે ૩ સપ્‍ટેં.૨૦૧૮ સોમવારે જન્‍માષ્‍ટમી ઉત્‍સવ ઉજવાશે

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં નોર્વાક કેલિફોર્નિયામાં આવેલા ‘‘ઇન્‍ટરનેશનલ સ્‍વામિનારાયણ સત્‍સંગ ઓર્ગેનાઇઝેશન (ISSO)''ના  ઉપક્રમે ૩ સપ્‍ટેં.૨૦૧૮ સોમવારના રોજ જન્‍માષ્‍ટમી ઉત્‍સવ ઉજવાશે.

૧૫૨૧૩, પાયોનિયર Blvd નોર્વાક કેલિફોર્નિયા મુકામે ઉજવાનારા ઉત્‍સવનો સમય સાંજે સાત વાગ્‍યાથી રાત્રિના ૧૨ વાગ્‍યા સુધીનો રહેશે.

ઉત્‍સવ અંતર્ગત કિર્તન, રાસ, તથા મ્‍યુઝીકનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે સાંજે સાત વાગ્‍યે સંધ્‍યા આરતી બાદ રાત્રે ૮ વાગ્‍યે પ્રસાદ અને બાદમાં જન્‍માષ્‍ટમી તહેવારની ઉજવણી કરાશે. તથા શ્રીજી સ્‍વામીનું પ્રવચન યોજાશે. તેવુ સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:09 pm IST)