Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

સોશ્યલ મીડિયામાં ઓનલાઇન બાળકોના ફોટા શેર કરતા વાલીઓઃ યૌન શોષણ, પીછો કરવો, કિડનેપિંગ, સાઇબર ધમકી વિશે જાણતા હોવા છતાં બાળકોના ફોટા મુકતી વખતે તેના પરિણામ વિશે વિચાર નથી

નવી દિલ્હીઃ પોતાના બાળકોના ફોટોસ ઓનલાઈન પોસ્ટ શેર કર્યા પછી તેનો દુરુપયોગ થવાના ખતરા બાબતે ઈન્ડિયન પેરેન્ટ્સ જાગૃત તો છે, પરંતુ છતા તેમાંથી મોટાભાગના પેરેન્ટ્સ પોતાના બાળકોના ફોટો તેમની પરમિશન વિના ઓનલાઈન શેર કરે છે. વર્લ્ડ સાયબર સિક્યોરિટી કંપની મૈકેફીના સર્વેમાં આ વાતનો ખુલાસો થયો છે.

 ‘ધ એજ ઑફ કન્સેન્ટટાઈટલ વાળા સર્વેમાં સામે આવ્યું છે કે ભારતમાં 40.5 ટકા પેરેન્ટ્સ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર દિવસમાં ઓછામાં ઓછા એક વાર પોતાના બાળકનો ફોટો અથવા વીડિયો પોસ્ટ કરે છે, જ્યારે 36 ટકા અઠવાડિયામાં એક વાર પોતાના બાળકનો ફોટો પોસ્ટ કરે છે. દિવસમાં એકવાર બાળકોનો ફોટો શેર કરનારા લોકોમાં મુંબઈના લોકો સૌથી આગળ છે.

મોટાભાગના પેરેન્ટ્સ ઓનલાઈન ફોટો શેર કરવાથી થતા યૌન શોષણ, પીછો કરવો, કિડનેપિંગ અને સાઈબર ધમકી જેવા ખતરાઓથી વાકેફ છે. છતાં પણ તેમાંથી 62 ટકા પોતાના બાળકોની તસવીરો શેર કરતી વખતે વિચારતા નથી કે તેમાં તેમના બાળકોની મંજૂરી હશે કે નહીં.

મૈકેફીના એન્જિનિયર વેંકટ કૃષ્ણાપુરે કહ્યું કે, સર્વેમાં ખુલાસો થયો છે કે પેરેન્ટ્સ ઓનલાઈન પોસ્ટ કરતી વખતે વધારે મહત્વ નથી આપતા કે તેનાથી તેમના બાળકોને વધારે નુકસાન પહોંચી શકે છે.

(12:00 am IST)