Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

હવે ચીન ઉપર નિર્ભર રહેવું નથીઃ દુનિયાભરના દેશો ''એક'' બની રહ્યા છે

રાજનીતિક અને આર્થિક ગઠબંધન વધુ મજબૂત બનાવવાના પ્રયાસો

લંડનઃ ચીન પર પશ્ચિમી દેશોની નિર્ભરતા ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતા ''ફાઈવ આઈઝ ઈન્ટેલીજન્સ એલાયન્સ''નો વિસ્તાર જાપાન સુધી પણ થઈ શકે છે. જેનો ઉદ્દેશ છે, મહત્વપૂર્ણ આર્થિક ભંડાર જેવા દુર્લભ ખનીજો અથવા રેર અર્થએલીમેન્ટસ સહિત મેડીકલ સપ્લાય માટે એક રણનીતિ આર્થિક સંબંધને વધુ વ્યાપક બનાવવો.

એક અમેરિકન સર્વેક્ષણ અનુસાર છેલ્લા એક દાયકા દરમ્યાન દુર્લભ પૃથ્વી તત્વના વૈશ્વિક ઉત્પાદન અને સપ્લાયનો ૯૦ ટકાથી વધારે હિસ્સો ચીનથી આવ્યો છે. હવે કોરોના વાયરસના સંકટ દરમ્યાન ચીન પરની આ નિર્ભરતા પશ્ચિમી દેશો માટે સંકટ બની રહી છે.

એટલે ચીન સાથે પ્રતિસ્પર્ધા માટે રાજનીતિક અને આર્થિક ગઠબંધન વધુ મજબૂત કરવા અને નોલેજ શેરીંગને વધારવાના પ્રાયસો થઈ રહ્યા છે. ૧૯૪૧માં બનેલ ફાઈવ આઈઝ હવે યુરોપીય સંઘ અને ચીનની બહાર ઉંડા વ્યાપારીક સંબંધોની તલાશમાં છે. ફાઈવ આઈઝના સભ્ય દેશોમાં ઓસ્ટ્રેલીયા, અમેરીકા, બ્રિટન, કેનેડા અને ન્યુઝીલેન્ડ છે.વિશ્વ વ્યાપાર સંગઠનના ભૂતપૂર્વ મહાનિર્દેશક પાસ્કલ હોમીએ પણ કહ્યું હતું કે ચીન કયાંક વધારે સ્વચ્છંદ અને બીજા માટે બંધ થઈ શકે છે. જે દુનિયા માટે સારી બાબત નહીં હોય.

(3:04 pm IST)