Gujarati News

Gujarati News

News of Thursday, 30th July 2020

અન્યો રાજ્યોએ અનુકરણ કરવા જેવો નિર્ણય

વાહ કેજરીવાલ વાહ...

દિલ્હીવાસીઓને આપી મોટી રાહત : ડિઝલ ૮ રૂ. સસ્તુ કર્યું : વેટ ઘટાડ્યો

 

નવી દિલ્હી તા. ૩૦ : દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે દિલ્હીવાળાઓને મોટી ગિફટ આપી છે. કેજરીવાલે રાજયમાં ડીઝલ પર વેટના રેટમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કેબિનેટની બેઠક બાદ કેજરીવાલે નિર્ણય કર્યો છે કે રાજયમાં આર્થિક ગતિવિધિઓને વધુમાં વધુ વધારવામાં આવે. આપને જણાવી દઇએ કે સરકારે લોકડાઉન દરમ્યાન પેટ્રોલ પર વેટ ૨૭ ટકાથી વધારીને ૩૦ ટકા અને ડીઝલ પર વેટ ૧૬.૭૫ ટકાથી વધારીને ૩૦ ટકા કરી દીધો હતો.

કેજરીવાલે સરકારે ડીઝલ પર VAT ૩૦ ટકાથી ઘટાડીને ૧૬.૭૫ ટકા કરી દીધો છે. આથી દિલ્હીમાં ડીઝલના ભાવ ૮.૩૬ રૂપિયા પ્રતિ લીટર ઓછું જશે. જે ડીઝલ ૮૨નું ગઇકાલે મળી રહ્યું હતું ત્યાં હવે ૭૩.૬૪ પૈસામાં મળશે. લોકોનો આગ્રહ હતો કે તેલના ભાવમાં ઘટાડો કરવામાં આવે. આથી દિલ્હીના અર્થતંત્રને

આગળ વધારવામાં મદદ મળશે.  કેજરીવાલે કહ્યું કે જોબ્લ પોર્ટલને શરૂ કરવાથી મોટો ફાયદો થયો છે. તમામ દુકાનદારો, વેપારીઓને અપીલ કરું છું કે તેઓ દુકાનો ખોલે, સોશિયલ ડિસ્ટેંસિંગ રાખીને કામકરે. ઉદ્યોગવાળા ઉદ્યોગ ખોલે. આવનારા દિવસોમાં વેપારીઓને મળવાનો છું. જે પણ સમસ્યા હશે તેને ઉકેલીશું.

(2:56 pm IST)