Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

બાળકી પર બળાત્કારના દોષીઓએ ફાંસીની સજા મામલે ઔવેસીએ ઉઠાવ્યા સવાલ

કોર્ટમાં જજની અછત -કેટલાય કેસ પેન્ડિંગ :રેપ કાનૂનથી નહીં પુરુષની માનસિકતા બદલવાથી અટકશે

નવી દિલ્હી :આજે લોકસભામાં બાળકી પર બળાત્કારના દોષીને ફાંસી સુધીની સજાની જોગવાઈ કરતુ વિધેયક તમામ પક્ષની સહમતીથી પાસ થયું છે આ પહેલા લોકસભામાં બિલ પર ચર્ચા દરમિયાન એઆઇએમઆઇએમ સાંસદ અસરુદ્દીન ઔવેસીએ કહ્યું કે ફાંસીની જોગવાઈ યોગ્ય નથી  તને કહ્યું કે આપણી અદાલતોમાં જજોની કમી છે એવામાં લાખો કેસ પેન્ડિંગ છે

   ઔવેસીએ કહ્યું કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ જ કરાતી નથી ત્યારે ગુન્હેગારને સજા કઇરીતે થઇ શકશે ઔવેસીએ કહ્યું હતું કે આપણે સમાજના દ્રષ્ટિકોણમાં બદલાવની જરૂર છેકારણ કે રેપ કાનૂનથી નહીં પુરુષોની માનસિકતા બદલવાથી અટકશે

(10:56 pm IST)