Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

તે ૪૦ લાખ લોકો રોહિંગ્યા નથીઃ આસામમાં બંગાળીઓ પર જુલ્મ ગુજારી રહી છે કેન્દ્ર સરકાર

મમતા બેનર્જીનું હલ્લાબોલઃ શું સરકાર જબરદસ્તીથી લોકોને દેશમાંથી કાઢશે?

કલકત્તા  તા. ૩૦ :..  આસામમાં જાહેર કરેલા એનઆરસી પર રાજકીય હોબાળો શરૂ થઇ ગયો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ લિસ્ટમાંથી ૪૦ લાખ લોકોના નામ નહી હોવા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. તેઓએ બાંગ્લા કાર્ડ ખોલીને ગૃહમંત્રી રાજનાથ સિંહના નિષ્પક્ષતાથી લીસ્ટ તૈયાર કરવાના દાવા પર સવાલ ઉઠાવ્યા અને કહયું કે કેટલાક સમુદાય અને ભાષા વિશેષ લોકોને જબદસ્તીથી નિશાન બનાવાય રહ્યા છે.

મમતાએ કહ્યું કે જે ૪૦ લાખ લોકોનું નામ લીસ્ટમાં નથી તેઓ કયાં જશે ? શું સરકાર પાસે પુનર્વસ માટે કોઇ પ્રોગ્રામ છે. આ ફકત ભાજપનું મતનું ધૃવી કરણ છે. અંતે તે તે બંગાળનેજ ભોગવવુ પડશે.

મમતાએ  કહ્યું કેન્દ્ર સરકાર સુનિયોજીત રીતે લોકોને અલગ-અલગ કરી રહી છે જે ૪૦ લાખ લોકોના નામ નથી તેઓ કયાં જાશે સરકાર દેશના લકોને શરણાર્થી બનાવા માટે કામ કરી રહી છે. સરકાર તેની સામે રાજય સરકારને સંપર્ક કરવાનો પણ મોકો આપશે નહી ભારતીય નાગરીક પોતાના દેશમાં કયાંય રહેવા માટે સ્વતંત્ર છે. પરંતુ કેન્દ્ર સરકાર તેના વિશ્વાસ કરતી નથી. (પ-ર૯)

(4:03 pm IST)