Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

યમુનાનું તોફાની સ્વરૂપ : લોહા પુલ બંધ : દિલ્હી ઉપર સતત પૂરનો ભય : ૨૭ ટ્રેન રદ્દઃ રાજધાનીમાં લોકો ઘર છોડી ભાગ્યા : દુકાનોમાં પાણી : ભાગલપુર આખુ પાણીમાં

નવી દિલ્હી : યમુના નદી ભય સપાટીને વળોટી ૨૦૫.૫ મીટર ઉપર વહી રહી હોય પૌરાણિક યમુના પુલ જે 'લોહા કા પુલ'ના નામે ઓળખાય છે તે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે : ૧૫૦ વર્ષ પૂર્વે આ પુલ બન્યો હતો : નદીમાં પાણીની જબ્બર આવક ચાલુ છે : જેને લીધે દિલ્હી ઉપર પૂરનું જોખમ સર્જાયુ છે અને સત્તાવાર ડીઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રે કહ્યું છે કે જાનમાલની નુકશાની થઈ શકે છે : આ લોહા પુલ ઉપર રસ્તો કમ રેલ્વે ટ્રેક પણ છે એટલે અનેક ટ્રેનો રદ્દ થઈ જાય છે : લગભગ ૨૭ ટ્રેન રદ્દ થઈ છે : ૭ ડાયવર્ટ કરાયેલ છે : દિલ્હી - એનસીઆરના લોકોની મુસીબતમાં સતત વધારો થઈ રહ્યો છે : હથીનીકુંડ - હરિયાણામાંથી સતત લાખો કયુસેક પાણી છોડાઈ રહ્યુ છે : જેનાથી યમુના નદીમાં બેફામ જળસ્તર વધી રહ્યુ છે : લોકો નિચાણ વિસ્તાર છોડી ભાગવા લાગ્યા છે : તેમના રહેવાની કોઈ વ્યવસ્થા નથી : દરમિયાન દિલ્હીમાં નિચાણ વિસ્તારમાં પાણી ફરી વળ્યાનું અને લોકો ઘર છોડી ભાગી રહ્યાનું બહાર આવ્યુ છે : દુકાનોમાં પાણી ભરાયા : ઓખલા વિસ્તારમાં, યમુના બજારમાં પાણી ઘુસ્યા, સેંકડોનું સ્થળાંતર : ભાગલપુરમાં પાણીમાં ગરકાવ : વજીરાળા, સોનીયા વિહાર ગઢીમાં પાણી, બિસ્કીટો લેવા પણ લોકોની લાઈનો : જીવન જરૂરી ચીજો મળતી નથી

(1:44 pm IST)