Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

ડિસેમ્બર સુધીમાં નિફટી ૧ર૦૦૦ થશે

ર૪ ફંડ મેનેજરો-બ્રોકર્સનું તારણ

મુંબઇ, તા. ૩૦ : હજુ ગયા સપ્તાહે ઓલ-ટાઇમ હાઇને સ્પર્શેલા નિફટીની તેજી આગામી સમયમાં પણ ચાલુ રહેવાનો અંદાજ છે. ર૪ ફંડ મેનેજર્સ અને બોકર્સના તારણમાં ર૦૧૮ના મોટા ઘટાડા પછી મિડ અને સ્મોલ-કેપ શેર્સમાં વધુ તેજીની શકયતા છે. નિષ્ણાતોના મતે મિડ અને સ્મોલ કેપ્સના વેલ્યુએશન વાજબી છે અને નફામાં વૃદ્ધિની પ્રબળ શકયતા છે.

મની મેનેજર્સ અને બ્રોકીંગ હાઉસીસના રિસર્ચ હેડના સરવેમાં ૩૩ ટકાએ નિફટી ડીસેમ્બર-ર૦૧૮ સુધીમાં ૧૧,૮૦૦ થવાનો મત વ્યકત કર્યો છે, જે વર્તમાન સ્તરથી ૪.૬ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. લગભગ રપ ટકાએ નિફટી ૬ ટકા વધીને ૧ર,૦૦૦ની સપાટીએ પહોંચવાની પણ શકયતા દર્શાવી છે. બહુ ઓછા લોકોને નિફટી ચાલુ વર્ષે ૮ ટકા ઘટીને ૧૦,પ૦૦ થવાની સંભાવના જણાય છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ર૦૧૮માં આટો, આઇટી અને કન્ઝયુ ડિસ્ક્રિશનરી શેર્સ આઉટ પરફોર્મ કરશે. ૮પ ટકા નિષ્ણાતોને ભારતીય કોર્પોરેટ જગતની નફાવૃદ્ધિ ચાલુ વર્ષે ૧૦ ટકા કે વધુ રહેવાની ધારણા છે.(૮.પ)

(11:57 am IST)