Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

એસ.સી.એસટી કાનુન હેઠળના દર ચારમાંથી એક આરોપી પર ગુનો સાબિત થયો

ગૃહ મંત્રાલયના રિપોર્ટમાં થયો ખુલાસોઃ દલિત વિરોધી અપરાધ માટે ૧૯૫ વિશેષ અદાલતો બની છેઃ એફ આઇ આર દાખલ કરવામાં મોડુ, આરોપ સાબિત ન થવા અને સાક્ષીઓનું ફરી જવુ વગેરે મુખ્ય કારણો છે

નવી દિલ્હી તા ૩૦ : અનુસુચિત જાતી અને જનજાતીઓ (એસસીએસટી) વિરૂધ્ધ અત્યાચાર અને અપહરણના કિસ્સામાં ર્વ ૨૦૧૪-૧૬ દરમ્યાન ફકત ર૭ ટકા લોકો ગુનેગાર સાબીત થયા હતા. અફે.આઇ.આર. દાખલ કરવામાં વાર, ફરીયાદ પક્ષ દ્વારા આરોપ સાબિત કરવામાં નિષ્ફળતા અને સાક્ષીઓ ફરી જવા જેવા કારણો ને લીધે આવું થયું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલ એક રીપોર્ટ અનુસાર એસ.સી. એસ.ટી. ની વિરૂધ્ધ ના ગુનાઓ નિપટાવવા માટે દેશમાં ૧૯૫વિશેષ અદાલતો બની હોવા છતાં પણ આરોપો સિધ્ધ કરવામાં આટલા મોટા પ્રમાણમાં નિષ્ફળતા મળી હતી.

ઉલ્લેખનીય છે કે એસ.સી.એસ.ટી. (અત્યાચાર નિરોધક) કાયદાને કથિત રીતે નબળો બનાવવાને લઇને થઇ રહેલા વિવાદ વચ્ચે આ આંકડો સામે આવ્યો છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે ૨૦૧૬ માં કુલ ૪૦૭૧૮ કેસ આ મામલે દાખલ થયા હતા જેમાંથી ૩૦૯૬૬ કેસમાં ચાર્જશીટ દાખલ કરાઇ હતી અને તેમાંથી ૨૫.૮ ટકા કેસમાં આરોપો સાબિત થયા હતા. આજ રીતે ૨૦૧૫ માં આ કાયદા હેઠળ ૩૮૫૧૦ કેસ દાખલ થયા હતા જેમાંથી ૨૬૯૨૨ ચાર્જશીટ દાખલ તઇ હતી અને આરોપ સાબીત ૨૭.૨ ટકા થયા હતા. આ પ્રમાણે ૨૦૧૪ ના આંકડા ૪૦૨૦૮, ૨૯૨૪૮ અને આરોપ સાબીત દર ૨૮.૪ ટકા હતો. ૨૦૧૭ ના આંકડા હજુ સુધી બહાર નથી પડયા. (૩.૧)

(11:55 am IST)