Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

ઇ-કોમર્સ કંપનીઓને ખોટો પ્રચાર કરી ઓનલાઇન સામાન વેંચવાનું મોંઘુ પડશે

સરકાર આવી કંપનીઓ ઉપર લગામ મૂકવાના નિયમો ઘડી રહી છે

નવી દિલ્હી તા.૩૦: ઇ કોમર્સ કંપનીઓને ખોટો પ્રચાર કરીને ઓનલાઇન સામાન વેચવાનું મોંઘુ પડી શકે છે. સરકાર આવી કંપનીઓ પર લગામ કસવાની તૈયારીઓ કરી રહી છે જે મુજબ ખોટો અથવા ખરાબ સામાન વેચવા બાબતે બે સપ્તાહમાં રીફંડ આપવું પડશે. જયારે ૩૦ દિવસમાં ફરીયાદ દુર કરવી પડશે.

ગ્રાહક મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે નવા દિશા-નિર્દેશો તૈયાર છે સંસદના ચોમાસુ સત્ર પછી લેને લાગુ કરી દેવામાં આવશે.

૧૪ દિવસમાં રીફંડ

નવા નિયમોમાં તુટેલી વસ્તુ,ખોટી,બનાવટી અથવા વેબસાઇટ પરના વર્ણન પ્રમાણેની ન હોય તેવી વસ્તુઓ પરત કરવાનો ગ્રાહકોને અધિકાર મળશે. આવી પરિસ્થિતીમાં કંપનીએ  ગ્રાહકને ૧૪ દિવસમાં રીફંડ આપવું પડશે. કંપનીએ સામાન પરત કરવા માટેની પોલીસી વેબસાઇટ પર પ્રદર્શીત કરવી પડશે.

વિક્રેતાની  જાણ કારી આપવીન પડશે

મોટાભાગની ઇ કોમર્સ કંપનીઓની વેબસાઇટ પર વીક્રેતાનું નામ જ હોય છે. નવા નિયમ હેઠળ સામાન વેચનાર વિક્રેતાની સંપુર્ણ જાણકારી આપવી પડશે એટલે કે તેનું નામ,સરનામુ,ફોન વગેરે માહીતીઓ આપવી પડશે.

છટકી નહી શકે

જો કોઇ વસ્તુ બનાવટી નીકળે અથવા તેની ગુણવતા યોગ્ય ન હોય તો તે ઇ કોમર્સ અને વિક્રેતા બંન્નેની જવાબદારી થશે. અત્યાર સુધી કંપનીઓ અમે તો ફકત પ્લેટફોર્મ પુરૂ પાડીએ છીએ, સામાનની ગુણવતા બાબતે અમારી જવાબદારી નથી એમ કહીને છટકી જતી હતી. આ સાથેજ ઇ કોમર્સ વેબસાઇટે ગ્રાહકો સાથે જોડાએલી માહીતીઓ ગુપ્ત રાખવાની જવાબદારી લેવી પડશે.

નવા નિયમો પ્રમાણે કોઇ વસ્તુ વિષે વધારીને રજુ કરવી અથવા ખોટા ગ્રાહકો દ્વારા સમીક્ષા કરાવવી કાયદાકીય રીતે અયોગ્ય વેપારી ગતીવિધી ગણાશે. હરીફો સાથે હરીફાઇ કરવા માટે કોઇ વસ્તુ ખોટા નામે વેચવી પણ અપરાધ ગણાશે.(૨.૨) 

(11:50 am IST)