Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

એકનાથ શિંદેએ કહ્યું -મહારાષ્ટ્રમાં આજનો દિવસ ગેમ ચેન્જર સાબિત થશે :ખેડૂતો અને મજૂરો સાથે સંપૂર્ણ ન્યાય અપાશે

ફડણવીસના કાર્યકાળમાં મહારાષ્ટ્રનો વિકાસ થયો હતો કારણ કે તેમની પાસે સરકાર ચલાવવાનો સારો અનુભવ છે

મુંબઈ : મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે મહારાષ્ટ્ર માટે આજનો દિવસ ગેમ ચેન્જર સાબિત થશે. ખેડૂતો અને મજૂરો સાથે સંપૂર્ણ ન્યાય આપવામાં આવશે. તેમણે કહ્યું કે ફડણવીસના કાર્યકાળમાં મહારાષ્ટ્રનો વિકાસ થયો હતો કારણ કે તેમની પાસે સરકાર ચલાવવાનો સારો અનુભવ છે, તેથી તેમની મદદથી મહારાષ્ટ્રનો વધુ વિકાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના દરેક વર્ગને ન્યાય આપવામાં આવશે.

 

(10:50 pm IST)