Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

રૂચી સોયાઃ પ મહિનામાં ૯૪૦૦% રિટર્નઃ હવે બે દિવસથી શેર તુટયોઃ કંપની સેબીના રડામાં?

એક સમયે ભાવ હતો રૂ. ૧૬ ટુંકાગાળામાં થયો રૂ. ૧પર૦: હવે રૂ. ૧૩૭ર : ઇન સોઇડર ટ્રેડિંગના આરોપો

નવી દિલ્હી તા. ૩૦: રૂચી સોયાના શેરોમાં સતત વધારા બાદ ર દિવસથી ઘટાડાનું વલણ જોવા મળી રહ્યું છે. ર દિવસમાં રૂચી સોયાના શેરમાં લગભગ રૂ. ૧પ૦નો ઘટાડો જોવા મળ્યો છે. આજે પણ શેર પ ટકા ઘટી રૂ. ૧૩૭ર પર આવી ગયો છે. આવા પહેલા પ મહિનામાં શેરે લગભગ ૮પ ગણું એટલે કે ૯૪૦૦ ટકા રિટર્ન રોકાણકારોને આપ્યું છે. રૂચી સોયાનું ફરી લીસ્ટીંગ ર૭ જાન્યુ. ર૦ર૦માં થયું હતું ત્યારે ભાવ ૧૬ ટકા હતો અને ર૬ જુનના રોજ શેરનો ભાવ રૂ. ૧પર૦ પર પહોંચ્યો હતો. આ શેરમાં થયેલા ઉછાળા બાદ તે સેબીના રડાર પર આવી ગયો છે.

ડિસેમ્બર ૨૦૧૯માંબાબા રામદેવે બેન્કરપ્ટ રૂચિ સોયાને ૪૩૫૦ કરોડમાં ટેકઓવર કરી હતી. તમે પોતાનાઘરમાં જે Nutreર્શ્રી સોયાબિન ખાવ છો તે એ જ બ્રાન્ડના છે. બાબા રામદેવે આ રકમની એકઠી કરવા માટે ૧૧૦૦ કરોડ રૂપિયાની શેર મૂડી ભેગી કરી. બાકી ૩૨૫૦ કરોડ રૂપિયા તેમણે લોનથી લીધા.

જોતજોતામાં રૂચિ સોયા ભારતની ટાઙ્ખપ-૧૦૦ કંપનીઓના લિસ્ટમાં શામેલ થઈ ગઈ. વર્તમાન સમયમાં કંપનીનું માર્કેટ કેપ ૪૦ હજાર કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. માર્કેટ કેપની રીતે આ કંપની ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલ જેવી દિગ્ગજ કંપનીઓની સમકક્ષ પહોંચી ગઈ છે.

રૂચિ સોયાના શેરના પરફોર્મન્સ પર ધ્યાન આપીએ તો ૨૦ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ તેના શેરનો ભાવ માત્ર ૧૬.૨૦ રૂપિયા હતો. બુધવારે તેના શેર ૧૩૭૮.૪૦ રૂપિયા છે. છેલ્લા છ મહિનામાં આ કંપનીના શેર્સે ૮૪૦૦ ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. આ એક એવો શેર છે જે રોજ ૫ ટકા અપર સર્કિટ લગાવે છે. તમે ઈચ્છીને પણ આ કંપનીના શેર સરળતાથી ખરીદી શકતા નથી કારણ કે, તેનું ટ્રેડિંગ વોલ્યૂમ ખૂબ ઓછું છે.

હાલમાં રૂચિ સોયાના કુલ ૨૯.૬ કરોડ શેર્સ છે. પબ્લિકમાં તેનો માત્ર ૦.૯૭ શેર છે અને બાકીનો ૯૯.૦૩ ટકા હિસ્સો પ્રમોટર પાસે છે. મતલબ કે, પ્રમોટર પાસે કુલ ૨૮.૬ કરોડ શેર્સ છે.

રૂચિ સોયામાં પતંજલિ આયુર્વેદનો હિસ્સો ૪૮.૨૦ ટકા, દિવ્ય યોગ મંદિરનો હિસ્સો ૨૦.૩૦ ટકા, પતંજલિ પરિવહનનો હિસ્સો ૧૬.૯૦ ટકા અને પતંજલિ ગ્રામોદ્યોગનો હિસ્સો ૧૩.૫૦ ટકા છે.

રૂચિ સોયાના શેરોમાં ૧૦૩ દિ'માં ૮૮૧૮%નો જમ્પ : સેબીના રડારમાં : ગુજરાતની એક કંપની પણ સ્કેનરમાં

હવે નાના રોકાણકારોએ સેબીના દ્વાર ખખડાવ્યા : ઓપરેટરો દ્વારા 'બીગ ટાઇમ ઈન્સાઈડર ટ્રેડીંગ'ના આરોપો : કાનુન વિરૂદ્ધ રૂચિ સોયાના પ્રમોટરોએ કંપનીમાં ૯૯.૦૩% હિસ્સો હાથમાં રાખ્યો છે : ૧૦૩ દિવસમાં જ રૂચિ સોયાની માર્કેટ કેપ ૪૦,૫૭૬ કરોડે પહોંચી : રૂચિ સોયા ઉપરાંત ગુજરાત સ્થિત એક કંપની પણ સેબીની લાલ આંખના દાયરામાં છે : ઝડપભેર ટૂંક સમયમાં શેરબજારોમાં ૯૦૦%નો કૂદકો માર્યો છે : ફરીયાદો થયા પછી હવે આ કંપનીની સ્ક્રીપ્ટને ટ્રેડીંગમાં 'ગ્રીન'માંથી 'રેડ' ઝોનમાં નાખવામાં આવેલ છે : નાના રોકાણકારો સેબી સમક્ષ પહોંચ્યા છે : તેમણે કહ્યુ છે કે આ બંને કંપનીના પ્રમોટરો છટા છે અને રોકાણકારોને લૂંટે છે

(3:57 pm IST)
  • ભારતમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 18,256 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5,85,792 કેસ: 2,20,480 એક્ટિવ કેસ :કુલ 3,47,836 દર્દીઓ રિકવર થયા :વધુ 506 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 17,410 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 4878 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,74,761 થઇ: તામિલનાડુમાં નવા 3943 કેસ :દિલ્હીમાં વધુ 2199 કેસ નોંધાયા: કર્ણાટકમાં 947 નવા કેસ : તેલંગાણામાં નવા 945 કેસ :આંધ્ર પ્રદેશમાં વધુ 704 કેસ નોંધાયા access_time 12:59 am IST

  • બિહારમાં નદીઓ ગાંડી તૂર : ભય સપાટીથી ઉપર વહી રહી છેઃ ઉત્તરના મોટાભાગના જિલ્લામાં પૂરની સ્થિતિઃ કોસી નદીની પાણી બ્રીજની લગોલગઃ ૨ જુલાઈ સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની ચેતવણીઃ કોસી- બાગમતી- કમલા બલાન અને મહેનંદા ભય સપાટીથી ઉપર ગાંડીતૂર બની વહી રહી છેઃ મુઝફરપુર, કટીહાર, પુર્નીઆ, મધુબની- સતામઢીમાં ઝાંઝપુરમાં અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યાઃ ગંગા નદીની સપાટી વધી રહી છેઃ એનડીઆરએફ અને એસડીઆરએફની ૨૭ ટીમો કામે લાગી access_time 3:49 pm IST

  • બોટાદના બરવાળા ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ: ભીમનાથ અને પોલારપુર ચોકડી વિસ્તારમાં વરસાદ: નભોઈ અને પીપરીયા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ: વરસાદ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી: ખેડૂતોમાં ખુશીની લહેર access_time 9:37 pm IST