Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ભારતમાં કોરોનાથી ૩૮૦નાં મોત, ૧૯ હજારથી વધારે કેસ

કેટલાક દિવસોમાં પોઝિટિવિટી રેટમાં વધારો : દેશભરમાં કુલ દર્દીઓની સંખ્યા ૫.૪૮ લાખ પર પહોંચી, કુલ ૩,૨૧,૭૨૩ દર્દીઓ સાજા થઇને ઘરે પાછા ફર્યા

નવી દિલ્હી, તા. ૨૯ : ભારતમાં અનલોક-૦૨ની તૈયારી વચ્ચે કોરોનાનો કહેર પણ વેગ પકડી રહ્યો છે. વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના લગભગ ૧૯,૪૫૯ નવા કેસો નોંધાયા છે. તેની સાથે દેશભરમાં કોરોનાના ચેપગ્રસ્તોની કુલ સંખ્યા ૫.૪૮ લાખને પાર થઈ ચૂકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે જારી કરાયેલા આંકડા મુજબ ભારતમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૫,૪૮,૩૧૮ની થઈ છે. જ્યારે ખતરનાક વાયરસથી અત્યાર સુધીમાં ૧૬,૪૭૫ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે વિતેલા ૨૪ કલાકમાં ૧૯,૪૫૯ નવા દર્દીઓ નોંધાયા છે. તેમજ ૩૮૦ લોકોના મોત નિપજ્યા છે. તેની સામે રાહતની વાત એ છે કે ૩,૨૧,૭૨૩ દર્દીઓ સાજા થયા છે. એથી રિકવરી રેટ ૫૮.૬૭ ટકા પર પહોંચી ગયો છે. તા.૨૮મી જૂન સુધીમાં કુલ ૮૩,૯૮, ૩૬૨ સેમ્પલનું ટેસ્ટીંગ થઈ ચૂક્યુ છે. પોઝીટીવિટી રેટ એટલે કે સેમ્પલના ટેસ્ટીંગ બાદ દર્દીઓ પોઝીટીવ આવવાનો દર ૧૧.૪૦ ટકાનો થયો છે. મંત્રાલયના આંકડા મુજબ વિતેલા ૧૦ દિવસોમાં પોઝીટીવિટી રેટમાં ઝડપભેર વધારો નોંધાયો છે. તા.૨૦મી જૂને પોઝીટીવિટી રેટ ૭.૬૪ ટકાનો હતો, જે તા. ૨૯મી જૂને વધીને ૧૧.૪૦ ટકા પર પહોંચી ચૂક્યો છે.

                ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા મુજબ દુનિયાભરમા કોરોના વાયરસથી થનારા મૃત્યુનો આંક ૫ લાખને પાર થઈ ચૂક્યો છે. તેમાંથી બે તૃત્તિયાંશ મોત માત્ર અમેરિકા અને યૂરોપમાંથી નોંધાયા છે. રવિવારે રાત્રિના જારી કરાયેલા આંકડા મુજબ, કોવિડ-૧૯ વાયરસનો કહેર ૧૮૦થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. તેના સંક્રમણથી ૫,૦૦,૩૯૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં વિશ્વભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૧,૦૦,૯૯,૫૭૬ પર પહોંચી ચૂકી છે. અમેરિકામાં કોરોનાથી ૧,૨૫,૭૪૭, બ્રાઝીલમાં ૫૭,૬૨૨ અને બ્રિટનમાં ૪૩,૫૫૦ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ભારતની વાત કરીએ તો કોવિડ-૧૯ વાયરસથી અત્યાર સુધીમાં કુલ ૧૬,૪૭૫ લોકોના મોત નિપજ્યા છે. તેમાં જો રાજ્યવાર નજર કરવામાં આવે તો કોરોનાથી થનારા મૃત્યુમાંથી ૮૮.૯૪ ટકા મોત દેશના ૮ રાજ્યો – મહારાષ્ટ્ર, દિલ્હી, તામિલનાડુ, ગુજરાત, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં નોંધાયા છે. તેની સાથે દેશમાં કુલ સક્રિય કેસોમાંથી ૮૨.૪૪ ટકા દર્દીઓ પણ આ ૮ રાજ્યોમાંથી જ છે. આ ૮ રાજ્યોના ચેપગ્રસ્તોના આંક પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાંથી ૧,૬૪,૬૨૬, દિલ્હી ૮૩,૦૭૭, તામિલનાડુ ૮૨,૨૭૫, ગુજરાત ૩૧,૩૨૦, ઉત્તરપ્રદેશ ૨૨,૧૪૭, તેલંગાણા ૧૪,૪૧૯ તેમજ આંધ્રપ્રદેશમાંથી ૧૩,૨૪૧ દર્દીઓનો સમાવેશ થાય છે.

(12:00 am IST)
  • ટીકટોક એપના માલીકોએ વડાપ્રધાન ફંડમાં અધધધ ૩૦ કરોડ દાનમાં દીધા : ભારતમાં જેના ઉપર બાન મુકવામાં આવેલ છે તે ચાઇનીઝ શોર્ટ વીડીયો શેરીંગ ''એપ'' ટીકટોક ''પીએમ કેર્સ ફંડ''માં ૩૦ કરોડનું દાન આપેલ : ભારતના લોકો પાસે અરબો રૂપિયા ખંખેરીને access_time 3:51 pm IST

  • ભારતમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં 18,256 નવા કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 5,85,792 કેસ: 2,20,480 એક્ટિવ કેસ :કુલ 3,47,836 દર્દીઓ રિકવર થયા :વધુ 506 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 17,410 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 4878 કેસ સાથે કુલ કેસની સંખ્યા 1,74,761 થઇ: તામિલનાડુમાં નવા 3943 કેસ :દિલ્હીમાં વધુ 2199 કેસ નોંધાયા: કર્ણાટકમાં 947 નવા કેસ : તેલંગાણામાં નવા 945 કેસ :આંધ્ર પ્રદેશમાં વધુ 704 કેસ નોંધાયા access_time 12:59 am IST

  • રાજકોટની કુલ ૧૪૯ સૂચિત સોસાયટીમાંથી ૫૩૩૭ દાવા મંજુરઃ હજુ ૭૩૯ના મંજુરીના હુકમો બાકી : રાજકોટના પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ અને તાલુકા મામલતદાર ક્ષેત્રમાં આવેલી કુલ ૧૪૯ સૂચિત સોસાયટીના બાંધકામો અંગે ૬૦૭૬ દાવા અરજી આવી હતીઃ જેમાંથી ૫૯૨૮ બાંધકામો રેગ્યુલાઈઝ કરવા અંગે સુનાવણી હાથ ધરાઈઃ તેમાં ૫૩૩૭ દાવા કલેકટર તંત્રે મંજુર કરી દીધાઃ હજુ ૭૩૯ દાવા અંગેના મંજુરી હુકમો બાકીઃ સૌથી વધુ રાજકોટ પૂર્વ ક્ષેત્રના ૩૬૧ હુકમો બાકીઃ દક્ષિણમાં ૨૫૩ અને તાલુકામાં ૧૧૬ દાવા અંગે હવે નિર્ણયઃ કલેકટરે તાજેતરમાં બોલાવેલ મીટીંગમાં આખરી સમીક્ષા કરાઈઃ ૧૫ દિ'માં પુરૂ કરવા આદેશો access_time 3:04 pm IST