Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

પટનાના ૧૪ વર્ષના આર્યને બનાવેલ રમતને ગુગલે વખાણી તેણે ઇનામની રકમ ગરીબ બાળકોના અભ્‍યાસમાં વાપરવા જણાવ્‍યું

પટનાઃ બિહારમાં પટણામાં રહેતા ૧૪ વર્ષના આર્યને બનાવેલ રમતને ગુગલે વખાણી હતી અને તેણે ઇનામ રકમ ન સ્‍વીકારી અે રકમ ગરીબ બાળકોના અભ્‍યાસમાં વાપરવા જણાવ્‍યું હતું.

સતત ડાઉનલોડનો આંકડો વધતો જઈ રહ્યો છે.

જોકે એપ બનાવવા ઉપરાંત પણ એક મોટું કામ આર્યને કર્યું છે. ઇનામમાં મળેલી રકમનો સ્વીકાર કરવાનો તેણે ઇનકાર કરી દીધો હતો. ગૂગલને બેંક એકાઉન્ટ નંબર ન આપીને તેણે આ રકમનો ઉપયોગ ગરીબ બાળકોના અભ્યાસ પાછળ ખર્ચવાનો આગ્રહ કર્યો છે. આર્યન પટનાના એક પોલીસ કર્મચારીનો પુત્ર છે.

14 વર્ષનો આર્યન નવમા ધોરણનો વિદ્યાર્થી છે. આર્યને માર્ચ-એપ્રિલમાં સ્કૂલ વેકેશન દરમિયાન ત્રણ એપ – મોબાઇલ શોર્ટ કટ, કમ્પ્યૂટર શોર્ટ કટ અને વ્હોટ્સએપ ક્લીનર લાઇટ તૈયાર કરી હતી. ત્રણેય એપને ગૂગલ પ્લે સ્ટોર પર અપલોડ કરવા માટે મોકલવામાં આવી હતી. ત્યાર બાદ તે તેના અભ્યાસમાં વ્યસ્ત થઈ ગયો હતો. બીજી તરફ ગૂગલે તેની ત્રણેય એપની તપાસ કરી, રિસર્ચ કર્યું. તેમાં જાણવા મળ્યું કે, આ એપ ઉપયોગી છે. ગૂગલે ત્રણ એપને એપ્રિલમાં તેના પ્લે સ્ટોરમાં અપલોડ કરી હતી. એક માસમાં પ્લે સ્ટોર પરથી આર્યનની એપને દસ હજાર લોકોએ ડાઉનલોડ કરી છે.

– મોબાઇલ અને કમ્પ્યૂટર શોર્ટકટ એપઃ આ બંને એપ ઇન્ટરનેટના માધ્યમથી કોઈ પણ માલવેર અને વાઇરસના પ્રવેશને રોકે છે.

 વ્હોટ્સએપ ક્લીનર લાઇટ અપઃ તે વ્હોટ્સએપના બેકગ્રાઉન્ડનો રંગ બદલે છે. આ સાથે જ ફોટો અને વીડિયોના માધ્યમથી કોઈ પ્રકારના વાઇરસના પ્રવેશને રોકે છે.

આર્યન પત્રકારનગર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સંજિત સિન્હાનો પુત્ર છે. તે બીજા ધોરણથી કમ્પ્યૂટર ફ્રેન્ડલી થઈ ગયો હતો. તે સેન્ટ માઇકલ દીધામાં નવમા ધોરણનો વિદ્યાર્થી છે. સંજિત સિન્હા કહે છે કે, પુત્ર એન્જિનિયર બનવા માગતો હતો. આ પહેલાં આર્યને બિહાર પોલીસ માટે એક એપ્લિકેશન બનાવી હતી, જે સફળ રહી નહોતી.

(11:37 pm IST)