Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

ટ્રમ્પની ઐસીતૈસીઃ કીમ જોનના ઉંબાડીયા ચાલુ

અણુ સંશોધન ચાલુ રાખ્યાઃ ટ્રમ્પ-કીમની બેઠકમાં ઓટોમોટિક શસ્ત્રોના સંપૂર્ણ નાશના મુદ્દાની સ્પષ્ટતા થઈ નથી

સિઓલ, તા. ૩૦ :. સિંગાપોરની શિખર મંત્રણામાં શસ્ત્રોના નાશની પ્રતિબદ્ધતા જાહેર કર્યા છતા પણ ઉત્તર કોરિયા તેના પરમાણુ સંશોધન કાર્યક્રમમાં સુધારાની પ્રક્રિયામાં ખૂબ ઝડપથી કરી રહ્યો હોવાનું એક મોનિટરે કહ્યું હતું. પરમાણુ શસ્ત્ર ધરાવતા દેશ ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોન ઉને ચાલુ મહિનાની શરૂઆતમાં સિંગાપોરમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથેની બેઠકમાં શસ્ત્રોને નાશ કરવાનું વચન આપ્યુ હતું.

પરંતુ સિંગાપોરની બેઠક આ મુદ્દે નિષ્ફળ રહી હતી અને ઉત્તર કોરિયાના સમયબદ્ધ પરમાણુ શસ્ત્રોના નાશ કરવા માટેની પ્રક્રિયા અધુરી જ રહી ગઈ હતી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરાશે. તેમણે કહ્યું હતું કે 'સંપૂર્ણપણે નિશસ્ત્રીકરણ થશે જેની શરૂઆત થઈ ચૂકી છે', પરંતુ તાજેતરમાં સેટેલાઈટ દ્વારા લેવાયેલા ફોટા દર્શાવે છે કે ઉત્તરના મુખ્ય મથક યાંગબ્યોગ પરમાણુ સ્થળ પાસે માત્ર ઓપરેશન જ ચાલુ નથી, બલ્કે ત્યાં માળખાકીય બાંધકામની પ્રક્રિયા પણ ચાલુ જ છે, એમ ૩૮ નોર્થ નામની વેબસાઈટે કહ્યુ હતું.

'૨૧ જૂનની કોમર્શિયલ સેટેલાઈટની તસ્વીરો દર્શાવે છે કે, યાંગબ્યોંગ ખાતકે એન્જીનીયરીંગ ઓફિસ અને પરમાણુ રિએકટર રાખવા માટેની વખારો સહિત તમામ માળખામાં સુધારાની કામગીરી ચાલુ જ છે' એમ વેબસાઈટે કહ્યું હતુ. એણે નોંધ કરી હતી કે ઉત્તરના યુરેનિયમ સમૃદ્ધ પ્લાન્ટ અને અનેક નવા માળખા ખાતે અન્ય કામગીરી પણ ચાલુ જ હતી.

પરંતુ એ સ્થળે કરવામાં આવતી પ્રવૃતિઓને ઉત્તર કોરિયાના પરમાણુ નિશસ્ત્રીકરણ સાથે જોડવી ના જોઈએ. પ્યોગયોંગ દ્વારા જ્યાં સુધી કોઈ ખાસ ઓર્ડર આપવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ જ રહેશે, એમ અધિકારીઓએ કહ્યું હતું.(૨-૬)

(11:42 am IST)