Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

એક વર્ષમાં અઢીસો દિપડાના મોત થયા

વાઇલ્ડ લાઇફ સોસાયટીનો સનસનાટીપૂર્ણ હેવાલ ૯૦ દિપડાના શિકારીઓએ જીવ લઇ લીધાઃ ૧૦ વર્ષમાં શિકારીઓએ ૧૬૦૦ દિપડા મારી નાખ્યા

મુંબઇ, તા.૩૦: ભારતે ૨૦૧૮ના પ્રથમ છ માસમાં ૨૫૦ દીપડા ગુમાવ્યા હતા અને આ પૈકીના ૯૦ દીપડાને શિકારોઓએ મારી નાખ્યા હોવાનું વાઇલ્ડલાઇફ પ્રોટેકશન સોસાયટી ઓફ ઇન્ડિયા(ડબલ્યુપીએસઆઇ)ની માહિતીમાં જણાવાયું હતું.

આનો અર્થ એ કે આ વર્ષે દર મહિને સરેરાશ ૧૫ દીપડાનો શિકાર કરવામાં આવે છે. એમ ડબલ્યુપીએસઆઇએ જણાવતા ઉમેર્યુ હતું કે જંગલ ખાતાના અધિકારીઓને ૫૫ દિપડાના મૃતદેહના અવશેષો હાથ લાગ્યા હતાં.  જયારે ૩૫ દીપડાને ઠાર કરાયા હતા. ડબલ્યુપીએસઆઇની માહિતી મુજબ ભારતમાં છેલ્લા દસ વર્ષમાં શિકારીઓએ  ૧,૫૯૩ દીપડાનો શિકાર કર્યો હતો. સૌથી વધુ સંખ્યામાં દીપડાનો શિકાર કરવામાં આવ્યો હોય તેવાં રાજયોમાં પ્રથમ ક્રમે ઉત્તરાખંડ(૨૪ દીપડા) છે. તે પછીના ક્રમે મહારાષ્ટ્ર (૧૭), મધ્ય પ્રદેશ(૧૦), હિમાચલ પ્રદેશ(૯) તથા છતીસગઢ (નવ દીપડા)છે.

દિપડાના શિકારના વધુ કેસ નોંધાયા તેનું કારણ વધુ ચાંપતી દેખરેખ હોઇ શકે છે. દિપડાના શરીરના અવશેષો મોટી સંખ્યામાં મળી આવ્યા તે દેશના વિવિધ વિસ્તારોમાં સખત જાપ્તો હોવાનો નિર્દેશ કરે છે. વળી, દીપડાના શિકારના કેસની સંખ્યા વધીને આંતરરાષ્ટ્રીય ગેરકાયદે ટ્રેડ માર્કેટમાં માગ વધ્યાનો સંકેત આપે છે.

(11:38 am IST)