Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

આઠ વર્ષ પછી સ્કૂટરને પાછળ રાખી દીધું બાઇકે

નવી દિલ્હી તા. ૩૦ :.. ફરી એક વાર મોટર સાયકલનું માર્કેટ એકશનમાં આવી ગયું છે. છેલ્લા લગાતાર આઠ વર્ષથી વેચાણથી બાબતમાં સ્કુટર બાજી મારી જતું જોવા મળ્યું હતું. પરંતુ ર૦૧૮ ની સાલના પહેલા પાંચ મહિના બાઇક માટે બહુ સારા રહ્યા છે. આ વર્ષે સ્કુટરનું માર્કેટ ૧પ ટકા જેટલું વધ્યું છે. જયારે મોટર બાઇકસનું વેચાણ બાવીસ ટકા જેટલું વધ્યું છે.

ભારત ટૂ-વ્હીલરનું વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે. ર૦૧૭ ની સાલમાં બાઇકનું માર્કેટ ૬.૪૪ ટકા જેટલું વધ્યું હતું. જયારે સ્કુટરનું માર્કેટ ૧૪ ટકા જેટલું વધ્યું હતું. છેલ્લે ર૦૦૯ માં  સ્કુટરની સરખામણીએ બાઇકસનો  ગ્રોથ વધુ હતો. જો કે સોસાયટી ઓફ ઇન્ડીયન ઓટોમોબાઇલ મેન્યુફેકચરર્સના ડેટા મુજબ ચાલુ વર્ષના પહેલા પાંચ મહિનામાં મોટર બાઇકનું વેચાણ એકઝેકટ રર.૪૪ ટકા વધ્યું હતું. કુલ યુનિટની દૃષ્ટિએ લગભગ પ૭ લાખનું વેચાણ થયું હતું. બીજી તરફ સ્કુટરનું માર્કેટ ૧પ.૬૮ ટકા વધ્યું હતું અને કુલ યુનિટની દૃષ્ટિએ ર૮.૪ યુનિટસનું વેચાણ થયું હતું.

(11:29 am IST)