Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

સીલ માછલી જીવ બચાવનારનો કેવી રીતે આભાર માને છે !

ટિકટોક પર ૧.૩૫ લાખ વખત જોવાયેલા અને ૩૦ લાખ લાઈકસ મેળવનાચા વિડિયોમાં માનવતા અને લાગણીનો એવો સરસ પ્રસંગ છે કે કમેન્ટ્સ લખનારા પણ વખાણ કરતાં થાકતા નથી. ર૬ મેએ નામિબ નોડએ પોસ્ટ કરેલા ૪૦ સેકન્ડના વિડિયોમાં દરિયાકિનારેથી પાછું દરિયા તરફ જતું સીલ માછલીઓનું ઝુંડ છે. એમાંથી એક સીલ માછલીના મોઢાની આસપાસનો ભાગ દોરીના ગૂંચળામાં અટવાઈ જતાં એ બરાબર પાણીમાં અંદર જઈ શકતી તથી, એ ઝૂંડની સાથે ભાગવા પ્રયત્નશીલ છે, પણ દોરીમાંથી છૂટવા તરફડી રહી છે. જોકે એ કિનારે ગ્લવ્ઝ પહેરીને ઊભેલા રેસ્કયુઅર્સની ટીમ એની પાછળ દોડે છે. શરૂઆતમાં તો સીલ તેમનાથી ગભરાય છે, પરંતુ એક બચાવકાર તેને પકડીને બોચીથી નીચે દબાવે છે અને બીજો માણસ કાતરથી તેના ગળામાં ફસાયેલી દોરી કાપી નાખે છે. માણસના પગ વચ્ચે જકડાયેલી સીલ માછલીને છૂટી કરીને જયારે એને જવા કહે છે ત્યારે પહેલાં તો તેને માન્યામાં ન આવતું હોય એમ તે ધીમી ચાલે આગળ વધે છે. શ્વાસ રૃંધાતો હોય એવી સ્થિતિમાંથી મુકત થયેલી સીલ માછલી મધદરિયાની દિશામાં આગળ તો વધી, પરંતુ આગળ વધતાં-વધતાં એ વારંવાર પાછળ જોતી હતી. જાણે એને બચાવનારાનો એ આભાર ન માનતી હોય!

(2:40 pm IST)