Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ટવીટરે ટ્રમ્પના ટવીટ ઉપર ર્વાકીંગ નોટીસ લગાડી

અમેરીકી રાષ્ટ્રપતિના છેલ્લા ૪ દિવસમાં ટવીટમાં બીજીવાર રેડ ફલેગ મુકાયો

વોશીંગ્ટનઃ અમેરીકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના એક ટવીટ પર ટવીટરે નોટીસ લગાડી છે. ટ્રમ્પના છેલ્લા ૪ દિવસોમાં બીજીવાર રેડ ફલેગ કર્યો છે. નવા ટવીટમાં ટ્રમ્પે મેનીયાપોલીસ તોફાનોને લઇને કોમેન્ટ કરેલ. જેના ઉપર ટવીટરે એકશન લઇ ટ્રમ્પનું ટવીટ હિંસાને પ્રોત્સાહીત કરનાર ગણાવ્યુ હતુ. ચોંકાવનારી વાત એ છે કે ટવીટરની નોટીસ હોવા છતા વ્હાઇટ હાઉસે તેને શેર કરેલ.

ટવીટરે ટ્રમ્પના ટવીટને બ્લોક નથી કર્યું, જો કે ટવીટ ઉપર ર્વાકીંગ નોટીસ લગાડી છે. આ સીવાય ટ્રમ્પના આ ટવીટ ઉપર કોમેન્ટ કે રીટવીટ નથી કરી શકાતુ.

(2:38 pm IST)