Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

અર્થવ્યવસ્થામાં ડીમાન્ડને પ્રોત્સાહન આપવા માટે

મોદી સરકાર વધુ એક રાહત પેકેજ આપશે

નવી દિલ્હી, તા. ૩૦ :. કેન્દ્ર સરકાર કોવિડ-૧૯ મહામારી માટે લગાવવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉન બાદ અર્થવ્યવસ્થામાં ડીમાન્ડને પ્રોત્સાહન આપવા માટે ફરી એક વખત રાજકોષીય, નાણાકીય અને નીતિગત ઉપાયોનું વધુ એક પેકેજ જાહેર કરે તેવી શકયતા છે. એક અધિકારીએ આ માહિતી આપી હતી અને કહ્યુ હતુ કે સંભવિત જાહેરાત પહેલા ૨૦.૯૭ લાખ કરોડ રૂપિયાના પેકેજનું ગહન મૂલ્યાંકન કરવામાં આવશે.

સરકારે અગાઉ જાહેર કરેલા પેકેજની અમુક લોકોએ ભારે ટીકા કરી છે ત્યારે આ લોકોની નારાજગી દૂર કરવા નવા પેકેજમાં કેટલીક જાહેરાતો કરવામાં આવશે. સરકાર એવા પગલા લેશે કે ડીમાન્ડ વધે. નવુ પેકેજ થોડા દિવસોમાં જાહેર થશે. તમામ હિતધારકો સાથે ચર્ચા કર્યા બાદ આ પેકેજ જાહેર કરાશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે એમએસએમઈને વધુ પૈસાની જરૂર છે. સરકારે હજુ ઉદાર હાથે મદદ કરવાની જરૂર છે.

(10:54 am IST)