Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

ફિલિપાઇન્સમાં નવો કાયદોઃ ગ્રેજયુએશનની ડિગ્રી ત્યારે જ મળશે, જયારે વિદ્યાર્થીઓ ૧૦ વૃક્ષ વાવશે

રિપોર્ટ મુજબ આ કાયદા દ્વારા ફિલિપાઇન્સમાં એક વર્ષમાં ૧૭.પ કરોડ વૃક્ષ વવાશેઃ સરકાર અને વિપક્ષે પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખી કાયદાને મંજૂરી આપી

મનિલા તા. ૩૦: પર્યાવરણની બાબતમાં ર૦મી સદી ફિલિપાઇન્સ માટે એક દુઃસ્વપ્ન સાબિત થઇ. આ દરમિયાન અહીંનું વન ક્ષેત્ર ૭૦ ટકાથી ર૦ ટકા સુધી સમેટાઇ ગયું. હવે સરકારની કોશિશ છે કે દેશને ફરી એક વાર હર્યોભર્યો બનાવવામાં આવે. આ માટે ફિલિપાઇન્સમાં નવો કાયદો બનાવાયો છે, જેમાં ગ્રેજયુએશન પૂરૃં કરતા પહેલાં વિદ્યાર્થીઓ માટે કમસે કમ ૧૦ વૃક્ષ વાવવાં ફરજિયાત કરાયાં છે.

ફિલિપાઇન્સની મેગ્ડલો પાર્ટીના નેતા ગેરી અલેજનોની આ કાયદાને તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા રહી. તેનું કહેવું છે કે બધું યોગ્ય રીતે ચાલ્યું તો એક પેઢી લગભગ પરપ અબજ વૃક્ષ વાવશે. આટલાં વૃક્ષ વવાય તેમાંથી ૧૦ ટકા જીવિત રહી શકે છે એટલે કે આગામી પેઢી માટે પર.પ કરોડ વૃક્ષ ઉપલબ્ધ થશે.

અલેજનોના જણાવ્યા મુજબ ફિલિપાઇન્સમાં દર વર્ષે લગભગ એક કરોડ ૭પ લાખ વિદ્યાર્થીઓ અલગ અલગ ડિવિઝનના કલાસ પાસ કરે છે, તેમાં એક કરોડ વીસ લાખ એલિમેન્ટ્રી કલાસીસથી પાસ થાય છે, જયારે પ૦ લાખ હાઇસ્કૂલમાંથી અને પાંચ લાખ કોલેજમાંથી ગ્રેજયુએટ થાય છે. આ બધાને મેળવીને જોવામાં આવે તો નવા કાયદા મુજબ દર વર્ષે ૧૭.પ કરોડ વૃક્ષ લગાવી શકાય છે.

કાયદા મુજબ વૃક્ષ એવી જગ્યાએ વાવી શકાય, જયાં તેમના જીવિત રહેવાની શકયતા પ્રબળ હોય, તેમાં વન ક્ષેત્ર, સંરક્ષિત એરિયા, મિલિટરી રેન્જ અને શહેરોની પસંદગીની જગ્યા સામેલ છે. વૃક્ષની પસંદગી પણ જગ્યા જોઇને કરવી જોઇએ.

(3:43 pm IST)