Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

મોદી પાસે સરદાર પટેલની પ્રતિમા બનાવવા 2500 કરોડ છે પણ અમરાવતી માટે માત્ર 1500 કરોડ : ચંદ્રબાબુનો ટોણો

ભાજપને કર્ણાટકની ચૂંટણીમાં હરાવો અને ભાજપને સબક શીખવાડો. ન્યાયનો વિજય થશે

 

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંન્દ્રાબાબુ નાયડુએ વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને ટોણો મારતા કહ્યુ કે, નરેન્દ્ર ભાઈ મોદી પાસે સરદાર પટેલી સૌથી મોટી પ્રતિમા બનાવવામાટે રૂપિયા 2500 કરોડ છે પણ આંધ્ર પ્રદેશની નવી રાજધાની અમરાવતી બનાવવા માટે માત્ર 1500 કરોડ છે.

   ચંદ્રાબાબુ નાયડુએ મોદી સરકાર સામે મોરચો માંડ્યો છે અને આરોપ કર્યો છે કે મોદીએ આંધ્ર પ્રદેશને જે વચનો આપ્યા હતા તે પુરા કર્યા નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી નાયડુ નારાજ છે અને તેમણે એન.ડી. સરકારને આપેલો ટેકો પણ પાછો ખેંચી લીધો છે. નાયડુએ કહ્યુ કે, આંધ્ર પ્રદેશને સ્પેશિયલ કેટેગરી સ્ટેટસ આપવાની વાત હતી પણ માંગણી પુરી થઇ નથી.

   સોમવારે નાયડુએ એક જાહરેસભા સંબોધી હતી અને મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. નાયડુએ કેન્દ્ર સરકારની નીતિના વિરોધમાં જાહરેસભાનું આયોજન કર્યુ હતુ. તેલુગુ દેશમ પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીને યાદ અપાવ્યું કે તેમણે આંધ્ર પ્રદેશને જે વચનો આપ્યા હતા તે પુરા કર્યા નથી.

   નાયડુએ કહ્યું, શું મોદીને પુછવામાં કાંઇ ખોટુ છે કે તેઓ તેમણે આપેલા વચનો પુરા કરે ? મોદીએ વચન આપ્યુ હતુ કે આંધ્ર પ્રદેશની નવી રાજધાની દિલ્હી કરતા પણ સારી હશે. પણ મોદીએ અમરાવતી બનાવવા માટે માત્ર 1500 કરોડ આપ્યા પણ સરદાર પટેલની ગુજરાતમાં પ્રતિમા બનાવવા માટે રૂપિયા 2500 કરોડ આપ્યા.

    નાયડુએ નરેન્દ્ર મોદીએ આપેલા વચનની ક્લીપ વારંવાર વગાડી અને લોકોને મોદીએ આપેલા વચનને યાદ અપાવ રાવ્યું. ટીડીપીએ લોકસભામાં મોદી સરકારી સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પર રજૂ કર્યો હતો.

   નાયડુએ લોકોને અપીલ કરતા કહ્યુ હતુ કે, ભાજપને કર્ણાટકની ચૂંટણીમાં હરાવો અને ભાજપને સબક શીખવાડો. ન્યાયનો વિજય થશે. અમારા હક્કો મેળવવા માટે અમે પાછીપાની નહીં કરીએ. આગામી લોકસભામાં અમે 25 બેઠકો જીતીશુ અને નવા વડા પ્રધાન નક્કી કરીશું.

(12:12 am IST)