Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

નેપાળમાં ભારતીય વિદેશ મંત્રાલય પાસે બૉમ્બ બ્લાસ્ટ બાદ ભારત હાઇડ્રોલિક પાવર પ્લાન્ટ પર જબરો વિસ્ફોટ

વડાપ્રધાન મોદી 11મીએ ઉદઘાટન કરે તે પહેલા અરુણ III પ્રોજેક્ટને નિશાન બનાવાયો

કાઠમંડુ :નેપાળમાં ભારતીય વિદેશ મંત્રાલય નજીક બ્લાસ્ટ થયા બાદ ભારત હાઇડ્રોલિક પાવર પ્લાન્ટ પણ નિશાન બનાવાયો છે બે સપ્તાહ પહેલા નેપાળના વિરાટનગર સ્થિત ભારતીય વિદેશ મંત્રાલય પાસે એક પ્રેશર કુકર બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં વિદેશ મંત્રાલયની દિવાલોને નુકશાન થયુ હતુ. ત્યારે પશ્ચિમી નેપાળમાં ભારત હાઈડ્રોઈલેક્ટ્રોનિક પ્રોજેક્ટ બનાવી રહ્યા છે, ત્યાં એક ધમાકો થયો છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રોજક્ટનું ઉદઘાટન કરે તે પહેલા  નેપાળમાં અરુણ III પ્રોજેક્ટને કોઈ અજાણ્યા શખ્સે નિશાન બનાવ્યું છે.

   અધિકારીઓએ કહ્યું કે ધમાકો એટલો પ્રબળ હતો કે બિલ્ડિંગની દિવાલો પણ તૂટી ગઈ. જો કે, ધમાકામાં કોઈ જાનહાનિ થઈ નથી અને પ્રશાસન મામલાની તપાસમાં લાગી ગયુ છે. નેપાળની રાજધાની કાઠમંડૂથી 500 કિમી દૂર અરુણ III પ્રોજેક્ટ પર કામ શરુ થઈ ચૂક્યુ છે. 900 MW હાઈડ્રોલિક પાવર પ્લાન્ટ 2020 થી શરુ થઈ જશે.

  વડાપ્રધાન મોદી નેપાળના પ્રવાસે જવાના છે જ્યાં તે 11 મે ના રોજ અરુણ III પાવર પ્લાન્ટનું ઉદઘાટન કરવાના છે, જો કે, હજુ સુધી કોઈએ પણ હુમલાની જવાબદારી લીધી નથી. પ્રોજેક્ટ ડેવલપમેન્ટ હેઠળ અરુણ III પ્રોજેક્ટ માટે ભારત અને નેપાળ વચ્ચે 25 નવેમ્બર 2014 ના રોજ હસ્તાક્ષર થયા હતા.

    પહેલા કાઠમંડૂ ભારતીય વિદેશ મંત્રાલય પાસે 17 એપ્રિલે પ્રેશર કુકર વિસ્ફોટ થવાને કારણે વિદેશ મંત્રાલયના બિલ્ડિગની દિવાલો તૂટી ગઈ હતી. બ્લાસ્ટ પાછળ નક્સલ સંગઠનથી અલગ થઈને પોતાનું અલગ સંગઠન બનાવનાર નેત્ર વિક્રમચંદ ગ્રુપનો હાથ હોવાની આશંકા જતાવવામાં આવી રહી હતી. ધમાકા માટે આને એટલા માટે પણ જવાબદાર માનવામાં આવે છે કારણકે પૂર્વમાં તે ભારત વિરોધી ઘણી વાતો કહી ચૂક્યુ છે.

 

(10:17 pm IST)