Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

સંસદીય સમિતિ સિક્કિમ, અરુણાચલ પ્રદેશમાં જશે

રાહુલ ગાંધી પણ સાથે પહોંચશે

નવીદિલ્હી, તા. ૩૦: કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પણ સિક્કીમ અને અરુણાચલમાં પરિસ્થિતિની પોતે જઇને સમીક્ષા કરશે. રાહુલ ગાંધીએ હાલમાં જ ડોકલામ મુદ્દે કેન્દ્ર સરકારની ટિકા કરી હતી. હવે રાહુલ ગાંધી પોતે ચીન સાથે જોડાયેલા વિસ્તારોની મુલાકાત લેશે. કોંગ્રેસના સાંસદ શશી થરુરના નેતૃત્વમાં વિદેશી બાબતોની સંસદીય સમિતિ આગામી મહિને સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં જનાર છે. આ ટીમમાં રાહુલ ગાંધી પણ સામેલ થશે. એમ માનવામાં આવે છે કે, સમિતિના સભ્યો ડોકલામ સંકટ બાદ ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા કરશે. અત્રે નોંધનીય છે કે, ગયા વર્ષે ભારત અને ચીનના સૈનિકો ડોકલામમાં ૭૩ દિવસ સુધી આમને સામને રહ્યા હતા. વડાપ્રધાન મોદીની ચીન યાત્રા દરમિયાન પણ રાહુલ ગાંધીએ ડોકલામના મુદ્દા ઉપર સરકાર સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને એજન્ડામાં આ બાબત નહીં હોવાની વાત કરી હતી. સંસદીય સમિતિની આ યાત્રા ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

 

(10:45 pm IST)