Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

આતંકી પોસ્ટરબોય સલમાન ઘેરાયો

પુલવા પંથકમાં જવાનોએ ઘેરી લીધો, ગોળીબારો ચાલુ

જમ્મુ તા. ૩૦ : જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના દ્રાબગામ વિસ્તારાં સેના અને પોલીસના સંયુકત ઓપરેશન અંતર્ગત હાલ અથડામણ ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં સોમવારે સવારે ગોળીબારનો અવાજ સંભળાયો હતો. જેના બાદ સમગ્ર વિસ્તારને ઘેરીને જોઈન્ટ સર્ચ ઓપરેશન અંતર્ગત આતંકીઓને મારવાનો સેનાનો પ્રયાસ ચાલુ છે. આ વચ્ચે જાણાવા મળ્યું છે કે, સુરક્ષા દળોએ બે હિજબુલ આતંકીઓને ઘેરી લીધા છે, જેમાંથી એક હિજબુલ કમાન્ડર અને આતંકીઓનો નવો પોસ્ટર બોય સલમાન ટાઈગર પણ સામેલ છે.

અથડામણ દરિયાન સુરક્ષાદળો પર પત્થરમારો પણ કરવામાં આવ્યો હતો. સાથે જ એક નાગરિકના પણ ઘાયલ થવાના સમાચાર મળ્યા છે. આ પહેલા ગત સપ્તાહમાં પુલવામાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓની વચ્ચે થયેલા જૈશ-એ-મોહંમદના ચાર આતંકી માર્યા ગયા હતા. જેમાં એક જૈશ-એ-કમાન્ડર મુફતી યાશિર પણ સામેલ હતો. યાસિર આતંકવાદી સંગઠનના વડા મસૂદ અઝરનો વધુ નજીકનો હોવાનું કહેવાતું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી શેષ પોલ વૈદ્યે યાસિરને મારવાની પુષ્ટિ કરી હતી.

અથડામણ સ્થળથી હથિયાર અને ગોળાબારૂદ પણ પ્રાપ્ત થયા હતા. એન્કાઉન્ટરમાં સેનાના બે જવાન પણ શહીદ થયા હતા, જેમની ઓળખ સિપાહી અજય કુમાર અને કોન્સ્ટેબલ લતીફ ગુજરીના રૂપમાં થઈ હતી.

(3:53 pm IST)