Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

સંસદને ગુમરાહ કરવા અંગે બ્રિટીશ ગૃહપ્રધાને રાજીનામુ આપ્યું

લંડન : બ્રિટનની ગૃહમંત્રી 'અંબર રડ'ને ગેરકાનૂની મુસાફરોને સ્વદેશ મોકલવાના મામલાં બ્રિટીશ સંસદને ભ્રામક માહિતી આપવાના કારણોસર રાજીનામુ આપી દીધું છે તેમણે સંસદમાં એવું કહ્યું હતું કે તેમના વિભાગની ગેરકાનૂની પ્રવાસીઓને સ્વદેશ પરત મોકલવા માટે કોઇ યોજના નથી. પાછળથી તેમના આ નિવેદન ની આકરી ટીકા થઇ હતી અને રાજીનામું આપવા પ્રચંડ દબાણ થયેલ.

બ્રિટીશ વડાપ્રધાન થેરેસા મે ને લખેલા પત્રમાં ગૃહમંત્રી 'અંબર રડ'ને લખ્યું હતું કે હું રાજીનામું આપવા ઇચ્છુ છું. કારણ કે ગેરકાયદે પ્રવાસીઓને પરત મોકલવાના લક્ષ્ય અંગે મેં અજાણતા ગૃહમંત્રાલયની સમિતિને ભ્રામક માહિતી આપી હતી.

 મને આ બાબતે માહિતી હોવી જ જોઇએ અને મારી આ ભૂલનો સ્વીકાર કરી મારા હોદ્દાનું રાજીનામું આપું છું. (૮.૭)

(11:28 am IST)