Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

દુનિયાની સૌથી ઝડપી ક્રુઝ મિસાઈલ બનશે બ્રહ્મોસ : અવાજથી 7 ગણી ઝડપ પ્રાપ્ત કરશે

મુંબઇ :બ્રહ્મોસ દુનિયાની સૌથી ઝડપી ક્રુઝ મિસાઈલ બનશે અને તે અવાજથી 7 ગણી ઝડપી હશે વિશ્વની સૌથી ઝડપી ગતિની ક્રૂઝ (નીચે ઉડનાર કોમ્પ્યુટર નિર્દેશિત) મિસાઇલ બ્રહ્મોસ ઉન્નત એન્જીનની સાથે 10 વર્ષમાં હાઇપર સોનિક ક્ષમતા પ્રાપ્ત કરી લેશે અને મેક-7 (અવાજની ઝડપ કરતા 7 ગણું વધારે)ને પાર કરી લેશે. આ મિસાઇલને ભારત- રશિયાએ સંયુક્ત રીતે વિકસિત કરી છે સંયુક્ત ઉપક્રમ કંપની બ્રહ્મોસ એરોસ્પેસનાં મુખ્ય કાર્યકારી અને પ્રબંધ નિર્દેશક સુધીર મિશ્રાએ કહ્યું કે, હાઇપરસોનિક મિસાઇલ પ્રણાલી બનવામાં અત્યારથી 7-10 વર્ષ લાગશે. અત્યારે આ સ્પીડ અવાજ કરતા 2.8 ગણી છે. 

    મિશ્રાએ કહ્યું કે, બ્રહ્મોસ એન્જિનમાં સુધારાની સાથે કેટલાક જ સમયમાં મેક 3.5 અને ત્રણ વર્ષમાં મેક 5 ગતિ પ્રાપ્ત કરી લેશે. હાઇપરસોનિક ગતિ માટે હાલનાં એન્જિનને બદલવું પડશે. મિશ્રાએ કહ્યું કે, એક એવી મિસાઇલ વિકસિત કરવાનો ઉદ્દેશ્ય છે જે આવતી પેઢીનાં હથિયારનાં વહન માટે સક્ષમ હશે. તેમણે કહ્યું કે, સંરક્ષણ અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO), ભારતીય ઔદ્યોગીક સંસ્થા (IIT) અને ભારતીય વિજ્ઞાન સંસ્થાન જેવી ભારતીય સંસ્થા તે ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે જે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદગાર થશે. 

   રશિયાની સંસ્થા પણ આ કામમાં જોડાયેલા છે. આ સંયુક્ત ઉપક્રમમાં ડીઆરડીઓની 55 ટકા ભાગીદારી છે. બાકી હિસ્સેદારી રશિયાની છે. મિશ્રાએ કહ્યું કે, કંપની પાસે હાલનાં સમય 30 હજાર કરોડ રૂપિયાનો ઓર્ડર છે. તેમણે કહ્યું કે, છેલ્લા ઘણા વર્ષોમાં મિસાઇલ પ્રણાલીને આ પ્રકારથી ઉન્નત કરવમાં આવી છે કે તેને જહાજ, સબમરીન, સુખોઇ-30 જેવા યુદ્ધ વિમાન અને જમીન વગેરે પર પણ લગાવી શકાય છે. 

  ડીઆરડીઓનો દાવો છે કે બ્રહ્મોસ પોતાની પ્રતિસ્પર્ધી મિસાઇલોથી ટેક્નોલોજી મુદ્દે 5-7 વર્ષ આગળ છે. તે હાલ વિશ્વની સૌથી ઝડપી ક્રુઝ મિસાઇલ છે. અમેરિકા સહિત કોઇ પણ દેશની પાસે એવી મિસાઇલ પ્રણાલી નથી. 

 

(12:00 am IST)