Gujarati News

Gujarati News

News of Monday, 30th April 2018

૩૦મી એપ્રિલ : ભારતીય સિનેમાના જનક દાદાસાહેબ ફાળકેના 148માં જન્મદિવસે ડુડલ બનાવી ગૂગલે કરી ઉજવણી

નવી દિલ્હી : ૩૦મી એપ્રિલે ભારતીય સિનેમાના જનક દાદાસાહેબ ફાળકેનાં 148મોં જન્મદિવસ છે. વર્ષ 1913માં દાદાસાહેબ ફાળકેએ બોલીવુડની પહેલી ફિલ્મ ''રાજા હરિશ્ચન્દ્ર" બનાવી હતી, બાદમાં એજ વર્ષે પોતાની બીજી ફિલ્મ ''મોહિની ભસ્માસુર" બનાવી હતી. તેઓના નામ પર ભારત સરકારે 1969માં દાદાસાહેબ ફાળકે પુરષ્કારની જાહેરાત કરી હતી. પોતાની ફિલ્મ કેરિયરમાં શ્રી ફાળકેએ અંદાજે 100 ફિલ્મો બનાવી હતી. 

 દાદાસાહેબ ફાળકેનો જન્મ આજના દિવસે વર્ષ 1870માં નાસિકના ત્રમ્બકેશ્વરમાં થયો હતો. ગુજરાતના ગોધરાથી ફોટોગ્રાફર તરીકે તેઓએ પોતાની કેરિયર શરુ કરી હતી. વર્ષ 1912માં ફિલ્મ બનવાનું કામ શીખવા માટે વિદેશ ગયેલા, ત્યારબાદ 1913માં ભારત આવીને પહેલી ફિલ્મ ''રાજા હરિશ્ચન્દ્ર' 'બનાવી હતી. વર્ષ 1937માં દાદાસાહેબે ફિલ્મોથી સન્યાસ લઇ લીધો હતો. આ દરમિયાન તેમણે છેલ્લી ફિલ્મ 'ગંગાવતરણ' બનાવી હતી.

તેમના આજના જન્મદિવસે ગુગલે પણ તેમની યાદમાં શ્રી ફાળકેનું ડુડલ બનાવીને ઉજવણી કરી છે.

(12:00 am IST)