Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

તો હું રાજનીતિ અને સંગીત બંનેમાંથી સન્‍યાસ લઇ લઇશ, નહીં તો તમે : બાબુલ સુપ્રિયોને ભોજપુરી સુપરસ્‍ટાર પવનસિંહનો પડકાર

કોલકતા, તા. ૩૦ : ભોજપુરી સિનેમાના સ્‍ટાર પવન સિંહે પમિ બંગાળના મંત્રી બાબુલ સુપ્રિયોને સોશિયલ મીડિયા પર પડકાર ફેંકયો છે. વાસ્‍તવમાં જ્‍યારે પવન સિંહે આસનસોલથી ચૂંટણી લડવાની ના પાડી હતી ત્‍યારે બાબુલ સુપ્રિયોએ કહ્યું હતું કે પવન સિંહ તેના ગીતોમાં બંગાળી મહિલાઓને નિશાન બનાવે છે. એવામાં હવે પવન સિંહે  અંગે પર બાબુલ સુપ્રિયોને સીધો પડકાર ફેંકયો છે.

પવન સિંહે તેના સોશિયલ મીડિયા એકાઉન્‍ટ  પર પોસ્‍ટ કર્યું. જેમાં લખવામાં આવ્‍યું હતું કે, ઁબાબુલ સુપ્રિયો હું બોલવા નહતો માંગતો પરંતુ તમે માત્ર પવન સિંહના દિલને જ ઠેસ પહોંચાડી નથી, પરંતુ ૪૦ કરોડ ભોજપુરી ભાષી લોકો અને કલાકારોને પ્રેમ કરતા લોકોના સન્‍માનને પણ ઠેસ પહોંચાડી છે. આ દરમિયાન પવન સિંહે તેની બીજી પોસ્‍ટમાં લખ્‍યું, ઁજો તમે પોસ્‍ટ કરેલા ચાર ગીતોના પોસ્‍ટર આ ચાર પોસ્‍ટરના ગીતોને સાચા સાબિત કરે છે, તો હું રાજકારણ અને સંગીત બંનેમાંથી નિવળત્તિ લઈશ. નહિ તો તમે જણાવી દઈએ કે ભોજપુરી ફિલ્‍મના સુપરસ્‍ટાર અને સિંગર પવન સિંહને ભારતીય જનતા પાર્ટીએ પ?મિ બંગાળની આસનસોલ લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ, પવન સિંહે અહીંથી ચૂંટણી લડવાનો ઇન્‍કાર કર્યો હતો અને ભાજપની ટિકિટ પરત કરી હતી. સાથે જ એ પણ નોંધનીય છે કે બાબુલ સુપ્રિયો અગાઉ આસનસોલથી સાંસદ રહી ચૂકયા છે.

(11:04 am IST)