Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

ઇલેકિટ્રક શોકમાં બંને હાથ ગયા તો પગ વડે લખતા થઈ ગયા આ ભાઈ

કોટા, તા.૩૦: મૂળ ઉત્તરાખંડના પરંતુ હાલમાં રાજસ્થાનના કોટામાં એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા દેવકીનંદન શર્મા પ્રેરણાની મિસાલ છે. ૧૮ વર્ષની ઉંમરે ગામમાં વીજળીના ખુલ્લા તારના સંપર્કમાં આવી જતાં જબરો કરન્ટ લાગ્યો હતો અને બે અઠવાડિયાં સુધી સારવાર લીધા પછી પણ તેમના હાથ બચાવી શકાયા નહોતા. એક હાથ સંપૂર્ણકપણે કાપી નાખ્યો છે અને બીજા હાથની સંવેદના જતી રહી છે. બન્ને હાથ ગયા પછી દેવકીનંદને પગથી બધું જ કામ કરતાં શીખી લીધું છે. પ્રાઇવેટ કંપનીમાં કલર્કનું તમામ કામ તેઓ કરે છે. પગથી લખવાનું, ફાઇલિંગ કરવાનું, કમ્પ્યુટરમાં પણ ડેટા મેઇન્ટેન કરવાનું કામ પણ તેઓ કરે છે. ૫૮ વર્ષની ઉંમરે પણ તેમને રિટાયર થવાની ઇચ્છા નથી.

(11:05 am IST)