Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

બંગલાદેશમાં ભારતીય ચીજ-વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ

હાલનાં વર્ષોમાં બંગલાદેશના લોકોમાં ભારત વિરોધી ભાવના વધી

ઢાકા, તા.૩૦: બંગલાદેશના વિરોધ પક્ષના નેતાઓનું કહેવું છે કે ભારતના સમર્થનને કારણે બંગલાદેશની એકતરફી ચૂંટણી અને શેખ હસિનાની સરકારને વૈશ્વિક માન્યતા મળી છે. એટલા માટે ઇન્ડિયા આઉટ કેમ્પેનના માધ્યમથી ભારત અને એનાં ઉત્પાદનોનો બહિષ્કાર થવો જોઈએ.

વિશ્લેષકોનું કહેવું છે કે હાલનાં વર્ષોમાં બંગલાદેશના લોકોમાં ભારતવિરોધી ભાવના વધી છે. એનું પાછળનું કારણે ભાજપની મુસ્લિમવિરોધી હોવાનો આરોપ છે, જે મુસલમાનોને માફક નથી આવી રહ્યો, પરંતુ ભારતવિરોધની સૌથી મોટું કારણ ભારતનું શેખ હસીનાની પાર્ટી અવામી લીગનું સમર્થન આપવું છે, જે ૧૫ વર્ષથી સત્તા પર છે.બંગલાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી BNP અને તેના સહયોગી દળના નેતાઓ ત્યાં ભારતનો પ્રભાવ ઓછો કરવા માટે 'ઈન્ડિયા આઉટ કેમ્પેન' ચલાવી રહ્યા છે. જેથી શેખ હસીના સરકારનું આ પગલું મહત્ત્વનું બની રહેશે. આ કેમ્પેન અંતર્ગત તેઓ બંગલાદેશમાં ભારતીય વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી રહ્યા છે. તાજેતરમાં BNP નેતા રૃહુલ કબીર રિઝવીએ કાશ્મીરી શાલ સળગાવી હતી.

ભારતે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પરંતુ બંગલાદેશ અને UAEને રાહત આપતા રમજાન અને ઈદ પહેલાં ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. બંગલાદેશના વિપક્ષી નેતાઓએ ભારત પર આરોપ લગાવ્યો છે કે ભારત શેખ હસીનાની પાર્ટી બંગલાદેશ અવામી લીગને સમર્થન આપે છે, બંગલાદેશના લોકોને નહીં. આ જ કારણ છે કે બંગલાદેશના કેટલાક વિપક્ષી નેતાઓ 'ઈન્ડિયા આઉટ' અભિયાન ચલાવી રહ્યા છે તેમ જ ભારતીય ઉત્પાદકોનો બહિષ્કાર કરીને પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે.

(11:04 am IST)