Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

યુકેના પીએમ રુષિ સુનકે ટ્રાફિક નિયમનો ભંગ કરતા પોલીસે 500 પાઉન્ડની પાવતી ફાડી: વડાપ્રધાને સામાન્ય નાગરિકની જેમ દંડ ભરી દીધો

નિયમ બધા માટે સરખા

નવી દિલ્હીઃ સામાન્ય રીતે આપણે ત્યાં એવી રસમ રહી છે કે પોલીસ મોટા ગજાના રાજકીય કદના કે કોઈ સામાજિક મોભાવાળા વ્યક્તિઓને દંડ કરતાં વિચાર કરે. અથવા તો ઘણાં કિસ્સામાં સામાજિક મોભાદાર વ્યક્તિ પણ દંડ ભરતી વખતે પોતના અહમને કારણે આ દંડ આપવામાં આનાકાની કરે. પરંતું  હમણાં જ ઈંગ્લેન્ડના લેન્કેશાયરના મુખ્ય રસ્તેથી વડાપ્રધાન ઋુષિ સુનક રસ્તા પર જઈ રહ્યા હતાં. પોલીસે જોયું કે તેમણે પાછલી સીટે બેલ્ટ પહેર્યો નથી. યુ.કે.પોલીસે તેમને ત્યાં જ 500 પાઉન્ડના દંડની પાવતી ફાડીને આપી દીધી.

સામે ઋુષિ સુનકે પણ હસતાં હસતાં આ દંડની જે રકમ થતી હતી તે નિયમાનુસાર ભરી પણ દીધી. સોશ્યલ મીડિયા પર વાઈરલ થયેલી આ વીડિયો જોઈને લોકો ભારતીય કૂળના વડાપ્રધાન ઋુષિ સુનકના નિયમપરાયણતા માટે ફીદા થઈ રહ્યા છે.

 

જો આ જ ઘટના ભારતમાં થઈ હોત તો કાં તો પોલીસ હિંમત ના કરે અથવા જો પોલીસ હિંમત કરે તો રાજકીય વ્યક્તિ તેની સાથે આનાકાની કરે તેવું બની શકત.

(8:56 pm IST)