Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

અમેરિકી આર્મીના બે હેલિકોપ્ટર તાલીમ દરમિયાન સામસામે અથડાયા: ૯ ના મોત

- બ્લેક હોક હેલિકોપ્ટર કેન્ટુકી-ટેનેસી બોર્ડર પરના બેઝ પર ડાઉનટાઉન નેશવિલથી 60 માઇલ ઉત્તર-પશ્ચિમમાં અકસ્માતગ્રસ્ત બનેલ

નવી દિલ્હી:અમેરિકાના કેન્ટુકીમાં તાલીમ દરમિયાન બે બ્લેક હોક હેલિકોપ્ટર અથડાયા હોવાના અહેવાલ છે. આ ઘટનામાં તેમાં સવાર 9 લોકોના મોતની આશંકા છે. સ્થાનિક ગવર્નર એન્ડી બેશિયરે આ બાબતે માહિતી આપતા જણાવ્યુ કે, આ ફોર્ટ કેંપબૈલથી આ દુખદ સમાચાર છે. યુએસ સૈન્ય બ્લેક હોક હેલિકોપ્ટર કેન્ટુકી-ટેનેસી બોર્ડર પરના બેઝ પર ડાઉનટાઉન નેશવિલથી 60 માઇલ ઉત્તર-પશ્ચિમમાં અથડાયા છે. આ અમેરિકાની 101મી એરબોર્ન રેજિમેન્ટ અને 160મી સ્પેશિયલ ઓપરેશન્સ એવિએશન રેજિમેન્ટનો બેઝ છે. અહીં નિયમિત તાલીમ દરમિયાન આ ભયાનક દુર્ઘટના બની છે.

 

દુર્ઘટના બાદ એક સ્થાનિકે રેડિયોને જણાવ્યુ કે, બંને હેલિકોપ્ટર ખૂબ જ નીચે આવી ગયા હતા અને ઉપર ઉડતી વખતે અચાનક ધડાકો થયો. અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે વિસ્ફોટ પછી તરત જ અમે તે સ્થળે પહોંચ્યા જ્યાં તો બે હેલિકોપ્ટરને સળગતા જોયા હતા.

 

એરક્રાફ્ટ બે બ્લેક હોક હેલિકોપ્ટર હતા, જે 101મા એરબોર્ન ડિવિઝન દ્વારા સંચાલિત હતા. ક્રૂ મેમ્બર્સ નિયમિત તાલીમ મિશન દરમિયાન વિમાન ઉડાવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની. ઘટનામાં 9 લોકો માર્યા હોવાની શક્યતા છે.

(8:44 pm IST)