Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ચેન્નાઈ સુપર કિંગ્સને સિઝનની શરુઆત પહેલા લાગ્યો મોટો ઝટકો:ફાસ્ટ બોલર મુકેશ ચૌધરી બહાર

ગત સિઝનમાં દીપક ચાહર ઉપલબ્ધ ન રહેતા તેણે સ્ટ્રાઈક બોલરની ભૂમિકા નિભાવેલ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે સાંજે IPL 2023 ની શરુઆત થવા જઈ રહી છે. સિઝનની ઓપનિંગ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાનારી છે. જોકે સિઝનની શરુઆત પહેલા જ ધોનીની આગેવાની ધરાવતી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ચેન્નાઈનો મહત્વનો ખેલાડી મુકેશ ચૌધરી સિઝનની શરુઆત પહેલા જ IPL 2023થી બહાર થઈ ગયો છે. શુક્રવારે ધોની સેના  હાર્દિક પંડ્યાની આગેવાની ધરાવતી ગુજરાત ટીમ સામે મેદાને ઉતરીને ટૂર્નામેન્ટના અભિયાનની શરુઆત અમદાવાદથી કરશે.

 

ગત સિઝનમાં મુકેશ ચૌધરીએ પ્રભાવિત કરનારુ પ્રદર્શન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે કર્યુ હતુ. ગત સિઝનમાં દીપક ચાહર ઉપલબ્ધ નહીં રહેતા તેણે સ્ટ્રાઈક બોલરની ભૂમિકા નિભાવી હતી. ગત સિઝન દરમિયાન મુકેશ ચેન્નાઈની ટીમ સાથે જોડાયો હતો. જોકે આ સિઝનમાં તે ઈજાને લઈ બહાર થવા મજબૂર થવું પડ્યું છે.

 

(8:29 pm IST)