Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

નરેન્દ્રભાઈ અચાનક પહોંચ્યાં નવા સંસદ ભવનમાં:બન્ને ગૃહોમાં ઊભી કરવામાં આવી રહેલી સગવડોની માહિતી મેળવી:મજૂરો અને કામદારો સાથે વાત કરી

નવી દિલ્હી: નરેન્દ્રભાઈ અચાનક નિર્ણય લેવા માટે જાણીતા છે. ક્યારેક તેઓ અગાઉથી નક્કી ન હોય તેવી રીતે ક્યાંકને ક્યાં અચાનક પહોંચીને જાત માહિતી મેળવતા હોય છે. ગુરુવારે સાંજે પણ પીએમ મોદીની આવી એક સરપ્રાઈઝ વિઝિટ સામે આવી હતી જેમાં પીએમ મોદીએ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ વગર અચાનક સંસદના નવા બંધાઈ રહેલા ભવન પર પહોંચ્યાં હતા. પીએમ મોદીએ સંસદ ભવનમાં બન્ને ગૃહોમાં ઊભી કરવામાં આવી રહેલી સગવડોની માહિતી મેળવી હતી.

પીએમ મોદીએ સંસદ ભવનમાં બાંધકામમાં લાગેલા મજૂરો અને કામદારો સાથે વાત કરી હતી અને બાંધકામ સંબંધિત માહિતી મેળવી હતી. તેમને કોઈ તકલીફ તો નથીને તે પણ પીએમ મોદીએ મજૂરોને પૂછાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી અગાઉ પણ સંસદ ભવનની મુલાકાતે પહોંચ્યાં હતા પરંતુ આ તેમની સરપ્રાઈઝ વિઝીટ હતી.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં 20 હજાર કરોડના ખર્ચે નવું સંસદ ભવન બની રહ્યું છે. હાલમાં તેનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે અને પીએમ મોદીની તેની પર સીધી નજર છે.

(8:22 pm IST)