Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ગુજરાતને સતત બીજી વાર ચેમ્પિયન બનાવી શકે છે કેપ્ટન હાર્દિક પંડ્યા:જાણો ટીમની નબળાઈ અને તાકાત

અમદાવાદ:આઈપીએલની શરુઆતને ગણતરીના કલાકો બાકી છે. તે બધા વચ્ચે ફેન્સમાં આઈપીએલને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 10 ટીમના 243 જેટલા ખેલાડીઓ 1 મહિનાથી વધારે સમય સુધી 70 લીગ મેચ રમશે. આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટન્સ, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની ટીમ ભાગ લઈ રહી છે.

IPL 2023માં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક એ ભારતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ને TV પર લાઈવ બતાવવા માટે સત્તાવાર પ્રસારણકર્તા છે. તેથી ટીવી પર ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની તમામ મેચોનું સ્ટાર સ્પોર્ટ્સ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. જ્યારે Viacom18 પાસે ટુર્નામેન્ટના ડિજિટલ અધિકારો છે. આથી, મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ OTT પ્લેટફોર્મ પર જિયો સિનેમા એપ પર ઉપલબ્ધ રહેશે.

લગભગ 1 વર્ષ પહેલા આઈપીએલમાં ડેબ્યૂ કરનાર ગુજરાત ટાઈન્ટસની ટીમ આ વર્ષે સતત બીજીવાર ચેમ્પિયન બનવા માટે મેદાન પર ઉતરશે. વર્ષ 2022માં હાર્દિક પંડયાના નેતૃત્વમાં આ ટીમે પ્રથમ વર્ષમાં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો.

આ ટીમની સૌથી મોટી તાકાત હાર્દિક પંડયા સહિતના 5 અન્ય ઓલરાઉન્ડ છે. રાહુલ તેવટિયા, રાશિદ ખાન, જયંત યાદવ અને ઓડિયન સ્મિથ દરેક પ્લેઈંગ ઈલેવનમાં હોય એ વાત પાક્કી છે. આ ટીમ પાસે શુભમન ગિલ , ડેવિડ મિલર અને કેન વિલિયમસન જેવા દમદાર બેટર પણ છે.

ટીમની સૌથી નબળી કડી ઝડપી બોલિંગ છે. શમી અને હાર્દિક સિવાય કોઈ મોટું નામ નથી. શિવમ માવી, અલઝારી જોસેફ જેવા બોલરો પણ આ ટીમ પાસે છે પરંતુ ટીમે સ્લોગ ઓવરમાં ટકી રહેવું પડશે.

(7:11 pm IST)