Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ન્‍યાયિક સ્‍વાતંત્ર્ય પર આપ્‍યું સ્‍ટેટમેંટ

રાહુલગાંધી વિવાદ પર અમેરિકા પછી જર્મનીની ટીપ્‍પણી

નવી દિલ્‍હીઃેકોંગ્રેસનેતા રાહુલગાંધીનું લોકસભા સભ્‍યપદ રદ થવાનો મામલો હવે વિદેશમાં પણ રંગ પકડી રહયોછે. દેશના રાજકારણમાં તો આ બાબતે ધમસાણ મચેલું જ છે પણ હવે વિદેશમાંથી પણ આ બાબતે પ્રતિક્રિયાઓ આવી રહી છે. અમેરિકા પછી હવે જર્મનીએ પણ રાહુલ ગાંધી વિવાદમાં ટીપ્‍પણી કરી છે.

જર્મનીના વિદેશ મંત્રાલયના પ્રવકતા એ કહયું,'' અમે ભારતમાં વિરોધી પક્ષના નેતા રાહુલ ગાંધી વિરૂધ્‍ધ આવેલ  કોર્ટના ચૂકાદા અને તેમનું સંસદ સભ્‍યપદ રદ થવાના મામલા પર નજર રાખી રહયા છીએ.'' તેમણે વધુમાં કહયું કે અમારી જાણકારી અનુસાર, રાહુલગાંધી ચુકાદા વિરૂધ્‍ધ અપિલ કરવાની સ્‍થિતીમાં છે. અપિલ પછી સ્‍પષ્‍ટથશે કે ચુકાદા કાયમ રહેશે કે નહીઅને તેમનું સભ્‍ય પદ રદ કરવાનો કોઇ આધાર કાયમ રહેશે કે નહીં અને તેમનું સભ્‍યપદ રદ કરવાનો કોઇ આધાર છે કે નહીં. અમે આશા રાખીએ છીએ કે ન્‍યાયિક સ્‍વતંત્ર અને મૌલિક લોકશાહી સિધ્‍ધાંતોનું પાલન કરવામાં આવશે

 

(4:08 pm IST)