Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ખ્રિસ્‍તી ધર્મના સૌથી મોટા ગુરુ પોપ ફ્રાંસિસની તબિયત લથડીઃ હોસ્‍પિટલમાં દાખલ

ગળામાં શ્વસન સંબંધિત ચેપ શ્વાસ લેવામાં સમસ્‍યા

વેટકીન, તા.૩૦: ખ્રિસ્‍તી ધર્મના સૌથી મોટા ગુરુ પોપ ફ્રાંસિસને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યાં છે. જાણવા મળ્‍યું છે કે પોપ ફ્રાંસિસને ગળામાં શ્વસન સંબંધિત ચેપ છે. જોકે, આ કોરોનાવાયરસ સંબંધિત કોઈ સમસ્‍યા નથી. રોમ સ્‍થિત હોસ્‍પિટલ તરફથી પોપના સ્‍વાસ્‍થ્‍ય અંગે જાણકારી શેર કરવામાં આવી છે.

હોસ્‍પિટલના અધિકારીઓએ કહ્યું કે પોપ ફ્રાંસિસ આગામી દિવસોમાં હોસ્‍પિટલમાં જ રહેશે. તેમણે જણાવ્‍યું કે હાલમાં પોપને શ્વાસ લેવામાં સમસ્‍યા ઉભી થઈ હોવાથી બુધવારે તેમને હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. અને હજી પણ આગામી દિવસોમાં તે હોસ્‍પિટલમાં જ રહેશે. હોસ્‍પિટલના પ્રવક્‍તા માટેઓ બ્રુનીએ મોડી રાત્રે એક નિવેદનમાં કહ્યું કે ૮૬ વર્ષીય પોપ, યુવાવસ્‍થામાં તેમના ફેફસાંનો એક ભાગ હટાવવામાં આવ્‍યો હતો, જેને કારણે તેમને શ્વાસ લેવામાં સમસ્‍યા આવી રહી છે. તેમણે સ્‍પષ્ટતા આપી કે પોપ ફ્રાંસિસને કોરોના થયો નથી. આ પહેલા પણ જૂલાઈ ૨૦૨૧માં તેમને એક હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યાં હતાં.

નોંધનીય છે કે અગાઉ જેમેલિ હોસ્‍પટલમાં પોપ ફ્રાંસિસના ૩૩ સેન્‍ટીમીટરના અંક અંગને ડૉક્‍ટર દ્વારા હટાવવામાં આવ્‍યું હતું. ત્‍યારે કેટલાય સવાલો ઉઠ્‍યા હતા. ત્‍યાર હાલમાં તેમને શ્વાસની ફરિયાદ થતાં જેમેલિ હોસ્‍પિટલ પહોંચ્‍યા હતા અને તપાસ કરાવી. તપાસમાં માલુમ પડ્‍યું કે તેમના શ્વસનમાં સંક્રમણ થયું છે. જેની સારવાર માટે તેમણે થોડા સમય માટે હોસ્‍પિટલમાં રહેવું પડશે.

થોડા દિવસ પહેલા પોપ ફ્રાંસિસ નિયમિત રૂપે સામાન્‍ય લોકો સાથે મુલાકાત કરતા જોવા મળ્‍યા હતાં. લોકોને હંમેશા તેમના ચહેર પરના સ્‍મિતનો સાથ મળ્‍યો છે. તે તેમના ચોકની તરફ ફરતા અને બાળકોને વ્‍હાલ કરતા હતાં. હવે તેમની તબિયત લથડતાં દુનિયાભરના લોકો પોપ ફ્રાંસિસ માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

(4:02 pm IST)