Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

કોરાનાના ૩૦૧૬ નવા કેસોઃ ૧૪નાં મોત

નવી દિલ્‍હી, તા.૩૦: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૪૮ નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા ૨૪ કલાકની તુલનાએ  ૪૦ ટકા સૌથી વધુ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને લીધે ૧૪ જણનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૨૨૦.૬૫ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂકયા છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૭,૧૨,૬૯૨ કરોડ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે, એમ મંત્રાલયે જણાવ્‍યું હતું.

દેશમાં અત્‍યાર સુધી ૫,૩૦,૮૬૨ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૪૧,૬૮,૩૨૧ લોકો માત આપી ચૂકયા છે. પાછલા ૨૪ કલાકમાં ૧૩૪૬ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્‍યા ૧૩,૫૦૯એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શકયતા ૦.૦૩ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૭૮ ટકાએ છે, જ્‍યારે મળત્‍યુદર ઘટીને ૧.૧૯ ટકા થયો છે, એમ આરોગ્‍ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૧,૧૦,૫૨૨ લોકોનાં સેમ્‍પલનાં ટેસ્‍ટિંગ થયાં છે. દેશમાં અત્‍યાર સુધી ૯૨.૧૩ કરોડ કોરોનાના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૨.૭ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૧.૭૧ ટકા છે.

દેશમાં અત્‍યાર સુધીમાં ૨,૨૦,૬૫,૯૨,૪૮૧ કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૧૫,૭૮૪ લોકોને રસી આપવામાં આવી હતી.

(4:00 pm IST)