Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

MP-MLAને સજા સંભળાવે ત્‍યારે નીચલી કોર્ટ અત્‍યંત સાવચેતી દાખવે

સુપ્રીમકોર્ટની મહત્‍વપૂર્ણ સલાહ

નવી દિલ્‍હી, તા.૩૦: સાંસદ અને ધારાસભ્‍યને બે વર્ષ કે તેનાથી વધુ સજા થતા જ સભ્‍ય પદ ગુમાવવાની જોગવાઈ અત્‍યંત આકરી છે એટલા માટે કોર્ટ દ્વારા લોકપ્રતિનિધિઓને કોઈપણ મામલે સજા સંભળાવતી વખતે સાવચેતી રાખવામાં આવે. એક રિપોર્ટ અનુસાર સુપ્રીમકોર્ટે એક મામલે સુનાવણી હાથ ધરતાં આ ટિપ્‍પણી કરી હતી.

તાજેતરમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા થયા બાદ તેમનું સભ્‍યપદ છીનવી લેવાયું હતું. આ મામલાને જોતા કોર્ટની આ ટિપ્‍પણી મહત્ત્વપૂર્ણ મનાઈ રહી છે. જસ્‍ટિસ કે.એમ.જોસેફ અને જસ્‍ટિસ બી.વી.નાગરત્‍નાની કોર્ટે લક્ષદ્વીપના સાંસદ મોહમ્‍મદ ફૈઝલ અને કેન્‍દ્રશાસિત પ્રદેશ તરફથી દાખલ અરજીઓ પર સુનાવણી કરતા આ ટિપ્‍પણી કરી હતી.

સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસીટર જનરલ કે.એમ.નટરાજે કહ્યું કે લોકપ્રતિનિધિત્‍વ કાયદાની કલમ ૮(૩) અનુસાર કોઈ સાંસદ અથવા ધારાસભ્‍યને બે કે તેનાથી વધારે વર્ષની સજા થાય છે તો તેનું સભ્‍યપદ રદ થઈ જાય છે. તેના પર જસ્‍ટિસ જોસેફે કહ્યું કે પણ આ જોગવાઈ અત્‍યંત આકરી છે એટલા માટે કોર્ટ દ્વારા સજા સંભળાવતી વખતે અત્‍યંત સાવચેતી રાખવામાં આવે.

(4:00 pm IST)