Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

દેશની સૌથી મોંઘી ડીલઃ ૩૬૯ કરોડમાં એપાર્ટમેન્‍ટ!

મુંબઈમાં દેશની સૌથી મોટી એપાર્ટમેન્‍ટ ડીલ ટ્રિપ્‍લેક્‍સ એપાર્ટમેન્‍ટ રૂ.૩૬૯ કરોડમાં વેચાયું રજિસ્‍ટ્રી પર ૧૯.૦૭ કરોડ સ્‍ટેમ્‍પ ડ્‍યુટી જેપી ટાપરિયાના પરિવારે સૌથી મોંઘો એપાર્ટમેન્‍ટ ખરીદ્યો છે

નવી દિલ્‍હી, તા.૩૦: દેશમાં રેસિડેન્‍શિયલ -ોપર્ટી ડીલનો નવો રેકોર્ડ સર્જાયો છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક એપાર્ટમેન્‍ટ રૂ. ૩૬૯ કરોડમાં વેચવામાં આવ્‍યું છે, જે દેશમાં અત્‍યાર સુધીનો સૌથી મોંઘો એપાર્ટમેન્‍ટ ડીલ છે. ગર્ભનિરોધક ઉત્‍પાદક ફેમી કેરના સ્‍થાપક જેપી ટાપરિયાના પરિવારે દક્ષિણ મુંબઈના મલબાર હિલ વિસ્‍તારમાં આ લક્‍ઝરી ટ્રિપ્‍લેક્‍સ એપાર્ટમેન્‍ટ ખરીદ્યું છે. જાણકારોનું કહેવું છે કે ટાપરિયા પરિવારે આ એપાર્ટમેન્‍ટ રિયલ્‍ટી ડેવલપર કંપની લોઢા ગ્રુપ પાસેથી ખરીદ્યું હતું. આ એપાર્ટમેન્‍ટ અન્‍ડર કન્‍સ્‍ટ્રક્‍શન સુપર લક્‍ઝરી રેસિડેન્‍શિયલ ટાવર લોઢા મલબારના ૨૬માં, ૨૭માં અને ૨૮મા માળે છે. આ ટાવર ગવર્નર એસ્‍ટેટની સામે વાલકેશ્વર રોડ પર છે. તેની એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ હેંગિંગ ગાર્ડન્‍સ છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આ એપાર્ટમેન્‍ટનો કુલ વિસ્‍તાર ૨૭,૧૬૦ સ્‍ક્‍વેર ફૂટ છે અને ૧.૩૬ લાખ રૂપિયા પ્રતિ સ્‍ક્‍વેર ફૂટમાં ડીલ કરવામાં આવી છે. -તિ ચોરસ ફૂટના આધારે આ દેશનો સૌથી મોંઘો રહેણાંક સોદો છે. બજાજ ઓટોના ચેરમેન નિરજ બજાજે તાજેતરમાં આ જ ટાવરમાં રૂ. ૨૫૨.૫૦ કરોડમાં પેન્‍ટહાઉસ ખરીદ્યું હતું. ટાપરિયા પરિવારે લોઢા ગ્રુપની લિસ્‍ટેડ કંપની મેક્રોટેક ડેવલપર્સ પાસેથી એપાર્ટમેન્‍ટ ખરીદ્યું હતું. તેની રજિસ્‍ટ્રી બુધવારે સાંજે થઈ હતી. ટાપરિયા પરિવારે રૂ. ૧૯.૦૭ કરોડની સ્‍ટેમ્‍પ ડ્‍યુટી ચૂકવી હતી. આ લક્‍ઝરી ટાવર ૧.૦૮ એકરમાં ફેલાયેલો છે અને તેનું કામ જૂન ૨૦૨૬ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

ફેબ્રુઆરીમાં વેલસ્‍પન ગ્રુપના ચેરમેન બીકે ગોએન્‍કાએ મુંબઈના વર્લી વિસ્‍તારમાં ૨૪૦ કરોડ રૂપિયામાં પેન્‍ટહાઉસ ખરીદ્યું હતું. તે સમયે તે સૌથી મોંઘો રહેણાંક સોદો હતો. પરંતુ નીરજ બજાજે તે ડીલ પાછળ છોડી દીધી હતી. હવે ટાપરિયા પરિવારે દેશમાં અત્‍યાર સુધીનો સૌથી મોંઘો રહેણાંકનો સોદો કર્યો છે. ગયા અઠવાડિયે, સિન્‍થેટિક ફાઇબર દોરડા નિર્માતા કંપની તુફ્રોપ્‍સના ડિરેક્‍ટર માધવ અરુણ ગોયલે પણ આ જ પ્રોજેક્‍ટમાં રૂ. ૧૨૧ કરોડનું સુપર લક્‍ઝરી એપાર્ટમેન્‍ટ ખરીદ્યું હતું. મલબાર હિલ અને વાલકેશ્વર રોડ દેશના સૌથી મોંઘા વિસ્‍તારોમાં છે. આ મિલકત ખૂબ માંગમાં છે.

નવેમ્‍બરમાં, Viatris Inc (અગાઉની Mylan Labs) એ તાપરિયા પરિવારના આઇકેર બિઝનેસ ફેમી લાઇફ સાયન્‍સને રૂ. ૨,૪૬૦ કરોડમાં ખરીદવાનો સોદો કર્યો હતો. ટાપરિયા પરિવારે ફેમી કેર ગ્રુપમાં નોન-ઓપ્‍થેલ્‍મિક બિઝનેસ જાળવી રાખ્‍યો છે. અગાઉ, ટાપરિયા પરિવારે ૨૦૧૫માં ૫,૦૦૦ કરોડ રૂપિયામાં માયલાનને તેનો મહિલા હેલ્‍થકેર બિઝનેસ વેચ્‍યો હતો. આ જૂથ ખાનગી ઇક્‍વિટી ફર્મ્‍સ અનંથા કેપિટલ, સ્‍પિં્રગવેલ અને ગાર્ડિયન ફાર્મસીમાં પણ રોકાણ ધરાવે છે.

(3:32 pm IST)