Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

સિંહોને મ.પ્રદેશમાં સ્‍થળાંતર કરવાની તરફેણમાં નથી નિષ્‍ણાંતો

સિંહો રહી શકે એટલો મોટો નથી કુનો નેશનલ પાર્ક કુનોમાં તાપમાન ગીર કરતા ૩ થી ૪ ડિગ્રી વધારે

નવી દિલ્‍હી તા. ૩૦ : કેન્‍દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે, મધ્‍યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આફ્રીકન ચિત્તાઓ મુકયા પછી, સરકાર અને નેશનલ ટાઇગર કોન્‍ઝર્વેશન ઓથોરીટી (એનટીસીએ) એ એશીયાઇ સિંહોને ગીર નેશનલ પાર્કથી સ્‍થળાંતરની શક્‍યતાઓ ફરીથી ચકાસવાનું નક્કી કર્યું છે અને નિષ્‍ણાંતોની સલાહના આધારે છ મહિનામાં એક સ્‍ટેટસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

જો કે ઘણાં વાઇલ્‍ડ લાઇફ નિષ્‍ણાંતો સિંહોના ગીરથી કુનોમાં સ્‍થળાંતરની તરફેણમાં નથી. રિટાયર્ડ ચીફ કોન્‍ઝર્વેટર ઓફ ફોરેસ્‍ટ ઉદય વોરાએ કહ્યું કે કુનોની પરિસ્‍થિતિ ગીરથી સાવ અલગ છે. વોરાએ કહ્યું ગીરમાં કરમદાના વૃક્ષો છે જેની નીચે સિંહો આરામ કરે છે અને સિંહણો બાળકોને જન્‍મ આપતી હોય છે. કુનોમાં આ વૃક્ષ જ નથી જો કે હવે તેઓ આ વૃક્ષો ઉછેરી રહ્યા છે. વધુમાં સીંહો અને ચિત્તાઓ એક સાથે ના રહી શકે. આ ઉપરાંત કુનો નેશનલ પાર્કમાં કાળા રીંછની મોટી વસ્‍તી છે જે ગીરમાં નથી. આની સિંહો પર ખરાબ અસર પડી શકે છે. સિંહોનું ગીરથી કુનોમાં સ્‍થળાંતર સફળ બને તેવું લાગતું નથી.'

અન્‍ય એક વન્‍ય જીવ નિષ્‍ણાંત અને જાણીતા વાઇલ્‍ડલાઇફ ફોટોગ્રાફર ભૂષણ પંડયાએ કહ્યું કે, કેઅનપીનો વિસ્‍તર ગીર કરતા ઘણો ઓછો છે. તેમણે કહ્યું કે, ીસંહ અને ચિત્તા પોતપોતાનો વિસ્‍તાર ધરાવતા જીવો છે એટલે તેમને રાખવા માટે મોટા વિસ્‍તારની જરૂર પડે છે. ગીર ૧૪૬૦ ચોરસ કીલોમીટરમાં ફેલાયેલું છે. જ્‍યારે કુનો માત્ર ૭૫૦ ચોરસ કીલોમીટરમાં ફેલાયેલ છે. આના કારણે ચિત્તાઓને નજીકના માનવ વિસ્‍તારોમાં જવાની ફરજ પડશે અને માનવો પર હુમલાની ઘટનાઓ વધશે.

પંડયાએ કહ્યું કે ધ્‍યાનમાં લેવા જેવી સૌથી અગત્‍યની વાત એ છે કે ત્રણ વખતના પ્રયત્‍નો પછી મધ્‍યપ્રદેશની એક ગેંગ ગીરમાં સિંહોનો શિકાર કરતી પકડાઇ હતી. મધ્‍યપ્રદેશમાં આવી ગેંગો કામ કરી રહી છે.

નેશનલ બોર્ડ ઓફ વાઇલ્‍ડ લાઇફના એક સભ્‍યએ કહ્યું કે, ગીર એક દરિયા કાંઠાનો વિસ્‍તાર છે એટલે અહીં ઉનાળામાં થોડી ઓછી ગરમી રહે છે. અહીં કરતા કુનોમાં તાપમાન ઉનાળામાં ૩ થી ૪ ડીગ્રી વધારે રહે છે જે પણ ધ્‍યાનમાં લેવું પડે.(

(12:02 pm IST)