Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

મ્યાનમારમાં ૪૦ રાજકીય પક્ષોની કાયદેસરતાને ખતમ કરી દીધી: અમેરિકાએ મ્યાનમારની લશ્કરી શાસનની ઝાટણી કાઢી

આ ૪૦ પક્ષોમાં નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનાર આંગ સાન સૂ કીની નેશનલ લીગ ફોર ડેમોક્રસી પક્ષનો પણ સમાવેશ થાય છે.
 
મ્યાનમારના સૈન્ય-નિયંત્રિત ચૂંટણી પંચે ગયા મંગળવારે જાહેરાત કરી હતી કે સૈન્યના ચૂંટણી કાયદા હેઠળ ફરીથી નોંધણી કરાવવામાં નિષ્ફળ રહેવા બદલ નેશનલ લીગ ફોર ડેમોક્રસીને વિખેરી નાખવામાં આવશે.
 
 યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે, "બર્મીઝ સૈન્ય દ્વારા નેશનલ લીગ ફોર ડેમોક્રેસી સહિત ૪૦ રાજકીય પક્ષોને વિખેરી નાખવાના નિર્ણયની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ."
 
 જણાવી દઈએ કે વર્ષ ૨૦૨૧માં સુ કી સરકારને હટાવ્યા બાદ હવે લશ્કરી શાસન પ્રથમ વખત ચૂંટણી તરફ આગળ વધી રહેલ છે.
 
હાલના લશ્કરી શાસનના ટીકાકારોના મતે આ ચૂંટણીઓનો હેતુ સેનાની તાકાત વધારવાનો છે.
 
 આ ચૂંટણીઓ પર, યુએસએ કહ્યું છે કે, “બર્મામાં કોઈપણ ચૂંટણીને તમામ હિતધારકોની ભાગીદારી વિના મુક્ત અથવા ન્યાયી ગણવામાં આવશે નહીં.  અને લશ્કરી શાસનના વ્યાપક વિરોધને જોતાં, ચૂંટણી યોજવાના એકપક્ષીય નિર્ણયથી અસ્થિરતા વધવાની શક્યતા છે.
 
 અમેરિકાએ "મ્યાનમાર"ની ટીકા કરતી વખતે તેના હા પૂર્વેના નામ "બર્મા"નો ઉપયોગ કર્યો છે.

 

(11:37 am IST)