Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ચિલીમાં માણસમાં બર્ડ ફલૂનો કેસ સામે આવતાં ખળભળાટ

૫૩ વર્ષીય વ્‍યક્‍તિને ચેપ લાગ્‍યો ગયા વર્ષના અંતથી ચિલીમાં જંગલી પ્રાણીઓમાં H5N1 બર્ડ ફલૂના કેસ નોંધાયા છે : પ્રાણીઓમાં H5N1 કેસ નોંધાયા બાદ ચિલીમાં મરઘાંની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો હતો પરંતુ મનુષ્‍યમાં જોવા મળતો આ પહેલો કેસ છે

સેન્‍ટિયાગો તા. ૩૦ : ચિલીમાં માનવીમાં બર્ડ ફલૂનો પ્રથમ કેસ નોંધાયા બાદ ખળભળાટ મચી ગયો હતો. મામલો મળ્‍યા બાદ ચિલી સરકાર એલર્ટ પર આવી ગઈ છે. સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, દેશમાં બુધવારે પહેલીવાર કોઈ વ્‍યક્‍તિ બર્ડ ફલૂથી સંક્રમિત જોવા મળ્‍યો છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીંના ૫૩ વર્ષના એક વ્‍યક્‍તિમાં બર્ડ ફલૂની પુષ્ટિ થઈ છે. વ્‍યક્‍તિમાં ઈન્‍ફલ્‍યુએન્‍ઝાના લક્ષણો જોવા મળ્‍યા છે. પરંતુ દર્દીની હાલત સ્‍થિર છે.

ચિલીની સરકારે બર્ડ ફલૂનાસ્ત્રોત તેમજ દર્દીના સંપર્કમાં આવેલા લોકોની શોધ શરૂ કરી છે. ગયા વર્ષના અંતથી ચિલીમાં જંગલી પ્રાણીઓમાં H5N1 બર્ડ ફલૂના કેસ નોંધાયા છે. પરંતુ મનુષ્‍યોમાં જોવા મળતો આ પહેલો કેસ છે.

પ્રાણીઓમાં H5N1 કેસ નોંધાયા બાદ ચિલીમાં મરઘાંની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો હતો. આજર્ેિન્‍ટનાના પોલ્‍ટ્રી ફાર્મમાં પણ બર્ડ ફલૂના કેસ જોવા મળ્‍યા છે. જોકે, વિશ્વના સૌથી મોટા પોલ્‍ટ્રી નિકાસકાર બ્રાઝિલમાં કોઈ કેસ જોવા મળ્‍યો નથી.

ચિલીના આરોગ્‍ય અધિકારીઓએ દાવો કર્યો હતો કે આ વાયરસ પક્ષીઓ અથવા દરિયાઈ જીવોમાંથી મનુષ્‍યમાં ફેલાઈ શકે છે, પરંતુ માનવ-થી-માનવમાં સંક્રમણના કોઈ સંકેત મળ્‍યા નથી. આ વર્ષની શરૂઆતમાં, એક્‍વાડોરમાં ૯ વર્ષની છોકરીમાં બર્ડ ફલૂના પ્રથમ માનવ-થી-માનવ ટ્રાન્‍સમિશનની પુષ્ટિ થઈ હતી.

વિશ્વભરના આરોગ્‍ય નિષ્‍ણાતો માને છે કે મનુષ્‍યો વચ્‍ચે સંક્રમણનું જોખમ ઓછું છે. જો કે, રસી બનાવતી કંપનીઓએ મનુષ્‍યો માટે બર્ડ ફલૂના શોટ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.

(11:07 am IST)