Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ગોલ્‍ડ જવેલરી-ચાંદીના વાસણ, સિગારેટ-તંબાકુ થશે મોંઘા

૧લી એપ્રિલથી કપડાં સહિત અનેક વસ્‍તુઓ થશે સસ્‍તી

નવી દિલ્‍હી તા. ૨૯ :  વર્ષ ૨૦૨૩-૨૪ માટે એક ફેબ્રુઆરીએ રજૂ સામાન્‍ય બજેટમાં કેન્‍દ્ર સરકારે અનેક ઉત્‍પાદો પર કસ્‍ટમ-ઈમ્‍પોર્ટ ડ્‍યુટીનેᅠવધારી દેવામાં આવી છે. સાથે જ અમુક સામાનો માટે તેને ઘટાડી દેવામાં આવી હતી. તેની સીધી અસર તેની કિંમતો પર ૧ એપ્રિલ ૨૦૨૩ થી પડશે. કેન્‍દ્ર સરકારે ઘરેલુ ઇન્‍ડસ્‍ટ્રીને પ્રોત્‍સાહન આપવા માટે પ્રાઇવેટ એરક્રાફટ, હેલિકોપ્‍ટર, હાઈ-એન્‍ડ ઇલેક્‍ટ્રોનિક્‍સ, જવેલરી, હાઈ-ગ્‍લોસ પેપર અને વિટામિનની દવાઓᅠપરની ઈમ્‍પોર્ટ ડ્‍યુટીને વધારી દેવામાં આવી છે. જેનાથી આવતા મહિને તેના ભાવ વધી શકે છે. નવા નાણાંકીયᅠવર્ષમાં ઇલેકટ્રીકᅠચીમની, ગોલ્‍ડ-પ્‍લેટિનમની કિંમતો વધારી દેવામાં આવશે.

નવા નાણાંકીયᅠ વર્ષ ૨૦૨૩-૨૪ માટે કેન્‍દ્ર સરકારે કપડાં, ફ્રોઝન મસ્‍લસ, ફ્રોઝન સ્‍કવીડ, હિંગ અને કોકો બીન્‍સᅠપર કસ્‍ટમ ડ્‍યુટીનેᅠઘટાડી દીધી છે. તેનાથી તેના ભાવ ઘટવાની આશા છે. આ ઉપરાંત એસિટિક એસિડ, લેબ ગ્રોન ડાયમંડના સીડ્‍સ, પેટ્રોલિયમ પ્રોડક્‍ટમાંᅠઉપયોગ થનારા કેમિકલ્‍સ અને મોબાઈલનાᅠકેમેરા લેન્‍સ પર કસ્‍ટમ ટેક્‍સને ઘટાડી દીધી હતી. સામાન્‍ય બજેટમાં થયેલાᅠઆ બદલાવને એક એપ્રીલથી લાગુ કરવામાં આવશે. જેનાથી અનેક ઉત્‍પાદોનાᅠભાવ વધ-ઘટ થશે.

(12:00 am IST)