Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

ડોર ટુ ડોર રસીકરણની મહારાષ્ટ્રની વિનંતી ફગાવાઈ : આરોગ્ય મંત્રાલયે કહ્યું -કાર્યક્રમ હાલ પૂરતો શક્ય નથી

આરોગ્ય મંત્રાલયએ કહ્યું -રસી પુખ્ત વયના લોકો માટે છે જે વૈશ્વિક રસીકરણ પ્રોગ્રામથી ભિન્ન છે, આપણે રસીકરણનો દાયકાનો અનુભવ છે

નવી દિલ્હી : ઘેર ઘેર રસીકરણ કરવાનો કાર્યક્રમ કેન્દ્ર સરકારે હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. આરોગ્ય મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે ઘેર ઘેર રસીકરણ કાર્યક્રમ હાલ પૂરતો શક્ય નથી.

દેશમાં સૌથી વધારે કોરોના કેસો ધરાવતા મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારને ઘેર ઘેર રસીકરણ કાર્યક્રમને મંજૂરી આપવાની વિનંતી કરી હતી.પરંતુ કેન્દ્ર સરકારે હાલ પૂરતો આ પ્લાન માંડી વાળ્યો છે.

આરોગ્ય મંત્રાલયે એવું જણાવ્યું કે ઘેર ઘેર રસીકરણ સંબંધિત કોઈ દરખાસ્ત અમને મળી નથી. લોજિસ્ટીક મુદ્દાને ટાંકતા આરોગ્ય મંત્રાલયે કહ્યું કે રસી પુખ્ત વયના લોકો માટે છે જે વૈશ્વિક રસીકરણ પ્રોગ્રામથી ભિન્ન છે, આપણે રસીકરણનો દાયકાનો અનુભવ છે.

મંત્રાલયે જણાવ્યું કે આપણે હાલમાં ફક્ત પુખ્ત વયના લોકોના રસીકરણ પર ધ્યાન આપતા નથી પરંતુ રસીકરણ બાદ સંભવિત આડઅસરો પર નજર રાખી રહ્યાં છીએ. આને માટે રસી લીધેલા વ્યક્તિઓને 30 મિનિટ સુધી નજર હેઠળ રાખવા પડે છે. અત્યાર સુધી ડોર ટુ ડોર રસીકરણ સંબંધિત કોઈ અપડેટ મળ્યું નથી.

(9:22 pm IST)