Gujarati News

Gujarati News

News of Monday, 30th January 2023

મોલ કે હોટલોમાં ટોયલેટના દરવાજા નીચેથી કપાયેલા હોવા પાછળ વ્‍યુહરચનાઃ ઇમરજન્‍સીમાં વ્‍યકિતને મદદ કરી શકાય

વૃદ્ધો કે બાળકો અંદરથી લોક કરી તકલીફમાં મુકાય ત્‍યારે બહાર કાઢવા સરળ બને

નવી દિલ્‍હીઃ મોલ કે હોટલના ટોયલેટમાં દરવાજા નીચેના ભાગથી કપાયેલા હોય છે, જેની પાછળ એક કારણ રહેલુ છે. વ્‍યકિત કોઇ કારણોસર અંદર ફસાઇ જાય અથવા અન્‍ય પ્રવૃત્તિ કરે તો તેમને બહાર કાઢવા સરળ બને છે.

તમે હોટલ કે મોલમાં ટોયલેટનો ઉપયોગ કર્યો જ હશે. ત્યાં તમે જોયું હશે કે ટોયલેટમાં દરવાજા નીચેથી થોડા કપાયેલા હોય છે. શું તમે ક્યારેય આનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો છે? તમને જણાવી દઈએ કે આ કામ ભૂલથી નથી થયું, પરંતુ તેની પાછળ એક વ્યૂહરચના છે. તો ચાલો જાણીએ કેવી રીતે કંટ્રોલ કરી શકાય છે.

ઈમરજન્સીમાં કામ આવે છે આ દરવાજો-

જાહેર શૌચાલયમાં અચાનક કોઈની તબિયત બગડી શકે છે. આવી સ્થિતિમાં તે વ્યક્તિની મદદ  સરળતાથી થઈ શકે છે. આ સિવાય બાળકો પણ મોલમાં જાય છે. તેઓ ભૂલથી પણ પોતાની જાતને અંદર લોક કરી દે તો આવી સ્થિતિમાં, તેમને બહાર કાઢવા ​સરળ બને.

જલ્દી થાય છે સાફ-સફાઈ-

જાહેર શૌચાલયનો 24 કલાક ઉપયોગ થાય છે. તેવામાં સ્વચ્છતા શક્ય નથી. જો દરવાજા નીચેથી કાપવામાં આવે તો તેને સાફ કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. તેઓ સરળતાથી પોતુ કરી શકે છે અને આ શૌચાલયને સ્વચ્છ રખાશે.

અસામાજિક તત્વોને કરી શકાય છે કંટ્રોલ-

કેટલાક લોકો સેક્સ્યુઅલ એક્ટિવિટી માટે જાહેર શૌચાલયનો પણ ઉપયોગ કરે છે. જો દરવાજા નીચેથી કાપી નાખવામાં આવે છે, તો આ લોકો આ કઈ નહીં કરી શકે.

સ્મોકિંગથી થઈ શકે છે તકલીફ-

લોકો જાહેર શૌચાલયમાં ધૂમ્રપાન કરે છે. આવી સ્થિતિમાં, બંધ શૌચાલય ખૂબ જોખમી બની શકે છે.  બંધ શૌચાલયમાં ધુમાડાના કારણે નુકસાન થાય છે.

(5:33 pm IST)